Western Times News

Gujarati News

વર્લ્ડ બેંક લોન પ્રોજેક્ટ માટેના રી ટેન્ડરમાં મનપાને પાંચ કરોડનો ફાયદો થયો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: એશિયાની સૌથી મોટી ભૂગર્ભ ક્ચરાપેટી માનવામાં આવતી ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે વિશ્વ બેંકે રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવા તૈયારી દર્શાવી છે. સ્માર્ટ સીટીના શાસકોની ખોટી જીદના કારણે રૂા.૩ હજાર કરોડની લોન બીજા રાજયમાં જાય તેવા સંજાેગો ઉપસ્થિત થયા હતા. પરંતુ તેના રી ટેન્ડર થયા બાદ લોનમાં કોઈ અડચણ નહી આવે તેમ માનવામાં આવી રહયું છે. નોંધનીય છે કે રી ટેન્ડર થયા બાદ તંત્રને પાંચ કરોડનો ફાયદો થયો છે જયારે પાર્ટીમાં કોઈ બદલાવ આવ્યો નથી.

અમદાવાદ શહેરની ડ્રેનેજ સીસ્ટમ અપગ્રેડ કરવા માટે વર્લ્‌ડ બેંક દ્વારા રૂા.ત્રણ હજાર કરોડની લોન આપવામાં આવી રહી છે. પરંતુ ડીપીઆર રજૂ કરતા પહેલા ડ્રેનેજ માસ્ટર પ્લાન રજૂ કરવા માટે વર્લ્‌ડ બેંકના અધિકારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશન પાસે હાલ પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માસ્ટર (ડેવલપમેન્ટ) પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર માટે કોઈ જ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ અને સ્ટ્રોમના ડેવલપમેન્ટ તૈયાર કરવા માટે કન્સલન્ટો પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેની દરખાસ્ત બે- બે વખત સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ મંજુરી માટે રજુ કરવામાં આવી હતી પરંતુ રાજકીય કે કોઈ અન્ય દબાણવશ સદર દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી

જેના કારણે વર્લ્ડ બેંકની લોન સામે પ્રશ્નાર્થ લાગી ગયો હતો. વિશ્વ બેંકના અધિકારીઓ અને મ્યુનિ. હોદ્દેદારો- અધિકારીઓ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી લોન અંગે ઓનલાઈન ચર્ચા થયા બાદ વર્લ્ડ બેંક દ્વારા નવેમ્બર અંત સુધીમાં વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પુર્ણ કરવા મનપાને તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત જાે તેમાં વિલંબ થશે તો રૂા.૩ હજાર કરોડની લોન અન્ય રાજય આપવાની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. જેના કારણે ઈજનેર વિભાગ દ્વારા ફરીથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં રી ટેન્ડરમાં અગાઉ જે પાર્ટીઓ લાયક સાબિત થઈ હતી

તે જ પાર્ટીઓના ટેન્ડર આ વખતે પણ મંજુર થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉના ટેન્ડર કરતા રી ટેન્ડરમાં રૂા.૪.૭૦ કરોડનો ફાયદો થયો છે. જયારે મ્યુનિ. ભાજપમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જે કન્સલટન્ટ માટે અગાઉની દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી તે કન્સલટન્ટે આ વખતે બીડ ભર્યાં ન હતા.

વર્લ્ડ બેંકની સુચના બાદ કન્સલટન્ટની નિમણૂંક કરવા માટે ફરીથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ જાે જુલાઈ મહિનામાં કન્સલન્ટની નિમણુંક કરવામાં આવે તો પણ નવનિયુક્ત કન્સલન્ટને ડીઝાઈન અને ટેન્ડર પ્રક્રિયા કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય થઈ શકે છે. આ સંજાેગોમાં નવેમ્બર અંત સુધીમાં કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર આપવા સુધીની પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.