Western Times News

Gujarati News

કોરોનાની ગાઈડલાઈનની ઉપેક્ષાથી લોકડાઉનના સંકેત

પ્રતિકાત્મક

નવી દિલ્હી: કોરોનાને લઈને સરકારે લોકોને ફરી ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે લોકો કોઈ સાવચેતી વગર મોજ-મસ્તી કરવા માટે હિલ સ્ટેશનો પર નિકળી પડ્યા છે, તે યોગ્ય નથી. તે ન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યાં છે અને માસ્ક પણ લગાવી રહ્યાં નથી. બજારોમાં ફરી ભીડ જાેવા મળી રહી છે. આ ખુબ ખતરનાક છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મનાલી (હિમાચલ પ્રદેશ), મસૂરી (ઉત્તરાખંડ), સદર બજાર (દિલ્હી), શિમલા (હિમાચલ પ્રદેશ), લક્ષ્મી નગર (દિલ્હી), દાદર માર્કેટની તસવીરો દેખાડી છે. જ્યાં બજારોમાં ભીડ જાેવા મળી રહી છે. તો કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું નથી. તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પરંતુ હજુ લોકોએ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું છે. હિલ સ્ટેશનોની યાત્રા કરનારા લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. તે કોવિડ એપ્રોપિએટ બિહેવિયર (કોરોનાનો યોગ્ય વ્યવહાર) નું પાલન કરી રહ્યાં નથી. જાે પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો પ્રતિબંધોમાં આપેલી છૂટ ફરી રદ્દ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

કોરોના ખતમ થયો નથી. દેશ જાેઈ ચુક્યો છે કે કઈ રીતે વાયરસ ફેલાય છે. જાે બેદરકારી રાખી તો મળેલી સફળતા પર પાણી ફરી જશે. દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. પોઝિટિવિટી રેટ પણ ઘટી રહ્યો છે. દેશમાં છેલ્લા ૯ દિવસથી સતત ૫૦ હજારથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં કોરોના વાયરસના ૮૦ ટકા નવા કેસ ૯૦ જિલ્લામાંથી આવે છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરલ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં વધુ કેસ નોંધાય રહ્યાં છે. અગ્રવાલે કહ્યુ કે, એક્ટિવ કેસ ૫ લાખથી ઓછા છે.

કોરોનાના મામલામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ જેવા રાજ્યોમાં ૧૦ ટકાથી વધુ પોઝિટિવિટી રેટની સાથે કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં હજુ કેટલાક જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધુ છે. તેમાં મુખ્યરૂપથી અરૂણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરલ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડમાં પોઝિટિવિટી વધુ છે. કેટલાક જિલ્લામાં વધુ સંક્રમણ જાેવા મળે તો તે માનીને ચાલવું પડશે કે કેટલાક વિસ્તારમાં હજુ બીજી વેવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.