Western Times News

Gujarati News

હાશિમ અમલાએ ૨૭૮ બોલમાં માત્ર ૩૭ રન કર્યા

લંડન: ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમી રહેલા સાઉથ આફ્રિકાના બેટસમેન હાશિમ અમલાએ સર્જેલા એક રેકોર્ડ પર ક્રિકેટ ચાહકોનુ ધ્યાન ખેંચાઈ રહ્યુ છે.

હાશિમ અમલાએ પોતાની ટીમ સરે વતી રમતા ૨૭૮ બોલમાં માત્ર ૩૭ રન બનાવ્યા હતા.આમ છતા હાશિમ અમલાને મેચનો હીરો ગણાવાય છે.કારણકે તેણે ધીમી બેટિંગથી પોતાની ટીમને હારમાંથી બચાવી લીધી હતી.હાશિમ અમલાએ ભારતીય ટીમના બેટસમેન ચેતેશ્વર પૂજારા કરતા પણ ધીમી બેટિંગ કરી હતી.

અમલા પહેલા ફર્સ્‌ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ધીમી બેટિંગનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ટ્રેવર બેલીના નામે હતો.તેમણે ૧૯૫૩માં ઓસ્ટ્રેલિયા સામે ૨૭૭ બોલમાં ૩૮ રનની ઈનિંગ રમી હતી.

અમલાની ઈનિંગની વાત કરવામાં આવે તો હેમ્પશાયરે પહેલી બેટિંગ કરતા ૪૮૮ રનનો સ્કોર ઉભો કર્યો હતો.તેની સામે અમલાની ટીમ સરે પહેલી ઈનિંગમાં ૭૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જેમાં પણ અમલાએ સૌથી વધુ ૨૯ રન કર્યા હતા.
બીજી ઈનિંગમાં ફોલોઓન થયેલી સરેની ટીમને હારથી બચાવવા માટે અમલાએ એક છેડો સાચવીને ધીમી બેટિંગ કરી હતી.પહેલા ૧૦૦ બોલમાં તો તેણે ૩ જ રન કર્યા હતા.

મેચ જ્યારે ડ્રો થઈ ત્યારે અમલા ૨૭૮ બોલ રમી ચુકયો ઙતો.સરેએ બીજી ઈનિંગમાં ૮ વિકેટે ૧૨૨ રન કર્યા હતા પણ હારમાંથી બચી ગયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.