Western Times News

Gujarati News

વિશ્વનો શક્તિશાળી પાસપોર્ટ જાપાનનો, ભારત ૯૦મા ક્રમે

પ્રતિકાત્મક

નવી દિલ્હી: દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટસનુ ૨૦૨૧નુ લિસ્ટ જાહેર થઈ ગયુ છે. હેનલી પાસપોર્ટ ઈનડેક્સ દ્વારા ૨૦૦૬ થી આ પ્રકારનુ રેન્કિંગ જાહેર કરવામાં આવી રહ્યુ છે.વર્ષ ૨૦૨૧માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુલ પાસપોર્ટ જાહેર થયો છે તો ભારતને આ રેન્કિંગમાં આ વખતે મોટુ નુકસાન થયુ છે.

રેન્કિંગ જાહેર કરનાર હેનલી એન્ડ પાર્ટનર્સનુ કહેવુ છે કે, જાપાનનો પાસપોર્ટ દુનિયાના ૧૯૩ દેશોમાં ફ્રી વિઝા અથવા તો વિઝા ઓન એરાઈવલની સુવિધા આપે છે.જાેકે સંસ્થાએ સ્પષ્ટતા પણ કરી છે કે, કોરોના સંકટના કારણે આ વર્ષે બહુ ઓછા લોકોએ વિદેશોમાં ટ્રાવેલ કર્યુ છે અને પહેલા ત્રણ મહિનામાં તો ટુરિઝમની સ્થિતિ આખી દુનિયામાં ખરાબ રહી છે.

પાવરફુલ પાસપોર્ટના લિસ્ટમાં સિંગાપુર બીજા નંબરે છે.જેનો પાસપોર્ટ ૧૯૨ દેશમાં વિઝા ઓન એરાઈવલ અને વિઝા ફ્રી એક્સેસ આપે છે.ત્રીજા સ્થાને ૧૯૧ દેશોના વિઝા ફ્રી એક્સેસ સાથે દક્ષિણ કોરિયા અને જર્મની છે. ચોથા ક્રમે ૧૯૦ દેશોની વિઝા ફ્રી એક્સેસ સાથે ફિનલેન્ડ, ઈટાલી અને લક્ઝમબર્ગ તેમજ સ્પેન છે.આ લિસ્ટમાં અમેરિકા અને બ્રિટન સાતમા સ્થાને છે. ભારતને આ રેન્કિંગમાં મોટો ઝાટકો વાગ્યો છે.ભારતીય પાસપોર્ટ ૬ સ્થાન પાછળ ખસીને ૯૦મા ક્રમે પહોંચ્યો છે.ભારતનો પાસપોર્ટ ૫૮ દેશોમાં ફ્રી વિઝાની સુવિધા આપે છે.

ચીન અને યુએઈએ આ રેન્કિંગમાં પ્રભાવશાળી દેખાવ કર્યો છે.ચીનનો પાસપોર્ટ ૨૦૧૧ બાદ ૨૨ ક્રમ ઉપર ચઢીને હવે ૬૮મા સ્થાને છે.જ્યારે યુએઈ ૬૫મા સ્થાન પરથી ૧૫મા સ્થાન પર આવી ગયુ છે. પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ ૧૧૩મા સ્થાને અને અફઘાનિસ્તાન અંતિમ સ્થાને છે.તેની સાથે ઈરાક અને સિરિયા છે.ઉત્તર કોરિયાનો પાસપોર્ટ ૧૦૮માં સ્થાને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.