Western Times News

Gujarati News

ફાટેલી નોટ પરથી હત્યાનો આરોપી ઝડપાઈ ગયો

નવી દિલ્હી: દિલ્હીમાં મંગળવારે સાંજે લગભગ ૭ વાગ્યે પાલમ વિહાર વિસ્તારના રાજનગરમાં એરફોર્સ કર્મીના દીકરા ગૌરવ અને પત્ની બબિતાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. ૨૭ વર્ષના ગૌરવ અને તેની ૫૨ વર્ષની માતાની ડમ્બલ મારીને હત્યા કરવાના હચમચાવી નાખનારા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

આખરે પોલીસ તપાસમાં દિલ્હીમાં બનેલી આ મા-દીકરાની હત્યાના કેસના કેસનો ઉકેલ લાવી દીધો છે. આ ઘટના પાછળ સંડોવાયેલી વ્યક્તિ કુટુંબની જ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એરફોર્સ કર્મીના સાળાના દીકરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. જેમાં પોલીસે આરોપી સુધી ૩૦ રૂપિયાની ફાટેલી નોટોના

૨૭ વર્ષનો ગૌરવ હૈદરાબાદમાં ડેલ કમ્પ્યુટરમાં નોકરી કરતો હતો. પરંતુ હાલ પાછલા એક વર્ષથી તે બેરોજગાર હતો. તપાસમાં બહાર આવ્યું કે ઘરમાં કોઈ ફ્રેન્ડલી એન્ટ્રી થઈ છે. ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની ડીવીઆર ગાયબ હતી અને અંદર તિજાેરી ખુલ્લી હતી. જેના કારણે શંકા ગઈ કે આ કેસ લૂંટફાટનો હોઈ શકે છે.

જ્યારે પોલીસે અન્ય સીસીટીવીના આધારે તપાસ શરુ કરી તો એક શકમદ વ્યક્તિ દશરથપુરી મેટ્રો સ્ટેશન પર દેખાઈ હતી. જેમાં આ વ્યક્તિ ઈ-રિક્ષામાંથી ઉતરતી દેખાઈ હતી. પોલીસે યુવકને શોધતા પહેલા ઈ-રિક્ષાના માલિકને શોધીને પૂછપરછ કરી તો સામે આવ્યું કે, રિક્ષામાં બેઠાલી વ્યક્તિના કપડાં પર લોહી ચોંટ્યું હતું પરંતુ જ્યારે રિક્ષાવાળાએ પૂછ્યું તો તેણે આ વિશે કશું કહેવાનું ટાળ્યું હતું.

આ પછી જ્યારે રિક્ષાનું ભાડું ૩૦ રુપિયા થયું ત્યારે હત્યારાએ જે નોટ આપી તે ફાટેલી હોવાથી રિક્ષાવાળાએ બીજી નોટ આપવા માટે કહ્યું હતું, જે બાદ યુવકે રિક્ષાવાળાને ઓનલાઈન પેમેન્ટ કરીને ૩૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઈ-પેમેન્ટની લેવડદેવડના આધારે પોલીસે તપાસ શરુ કરી તો મહત્વનો સુરાગ મળી આવ્યો હતો. જેમાં આરોપીનું નામ અભિષેક વર્મા (૩૩) હોવાનું પણ જાણવા મળ્યું. પોલીસે આ શખ્સની વધારે તપાસ કરી તો માલુમ પડ્યું કે તે મૃતક બબિતાના ભાઈનો દીકરો છે, પોલીસે આરોપીને શોધીને તેના બુરાડીના ઘરેથી ઝડપી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે અભિષેકે પોતાના ફોઈ બબિતા પાસે ૫૦ હજાર રૂપિયા ઉધાર લીધા હતા.

ફોઈ ભત્રીજા અભિષેક પાસે જ્યારે રૂપિયાની માગણી કરે ત્યારે તેને ખરુંખોટું સંભળાવતી હતી, જે બાદ અભિષેક વર્માએ પોતાના ફોઈ અને પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી. જ્યારે તે આ હત્યાકાંડ બન્યો તેના બે દિવસ પહેલા જ્યારે ઘરે આવ્યો ત્યારે પણ રૂપિયાની લેવડ-દેવડને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

પોતાની સાથે રૂપિયાની માગણીને લઈને થતું અણછાજતું વર્તન સહન ના થતા અભિષેક પોતાના ફોઈના ઘરે જવા સ્કૂટી લઈને રવાના થયો હતો. પરંતુ તેણે દશરથરુરી મેટ્રો સ્ટેશન સ્કૂટી મૂકીને ઈ-રિક્ષામાં ગયો હતો. આ પછી તેણે ફોઈ અને ભાઈની હત્યા કરી નાખી. આ ઘટના પછી તેણે લૂંટ માટે કબાટ ખોલ્યું પરંતુ કશું ચોરી ના કર્યું. આ પછી તેણે બહાર નીકળતા સીસીટીવી કેમેરાની ડીવીઆર કાઢી લીધી અને ઈ-રિક્ષામાં દશરથપુરી મેટ્રો સ્ટેશન પહોંચ્યો. આ અભિષેક બુરાડીમાં એક કોસ્મેટિકની દુકાન ચલાવે છે. આરોપી પોતાની સાથે ફોઈના ઘરે જતા રહેલા કપડાની એક જાેડી પણ સાથે રાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.