Western Times News

Gujarati News

વેક્સિનના નામે વેપારી સાથે ૧.૩૫ કરોડની ઠગાઈ થઈ

Files Photo

જામનગર: જામનગરના એક વેપારીને વેક્સીન બનાવવાના ધંધામાં લાખો રૂપિયા કમાવવાની લાલચે ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના બોક્સાઈડના વેપારી સાથે દેશ-વિદેશના ૧૪ શખ્સોએ કોરોના વેક્સીન બનાવવાના ધંધામાં જાેડાવા માટે વિશ્વાસમાં લઈને અઢી મહિનાના ગાળામાં ૧.૩૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જાેકે, વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે મુંબઈથી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા અને કોવિડ ટેસ્ટ બાદ તેમની ધરપકડ કરીને રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના પેલેસ રોડ પર આવેલા સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૯ વર્ષીય મનોજભાઈ શાહ બોક્સાઈટના વેપારી છે. મનોજભાઈને યુકેના ટ્રેસી મુરફી નામના શખ્સે મેસેજ કર્યો હતો અને સાયક્લોવીક એચ-૫૦ ધંધામાં મોટો ફાયદો છે તેમ જણાવ્યં હતું. વેપારીને આ ધંધામાં રસ પડ્યો હતો અને તેમણે ટ્રેસી મુરફી સાથે વાતચીત કરી હતી.

ટ્રેસીએ વેપારીને મટિરિયલ્સ નાસીકની એમ.બી.શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢી પાસેથી મળશે અને નંબર પણ આપ્યા હતા. બે વખત વેપારીએ સેમ્પલ મોકલ્યા હતા અને તેના રૂપિયા પણ મળ્યા હતા. બાદમાં ૧૦૦ લીટર મટિરિયલ્સનો ખોટો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ નાસીકની પેઢીને ઓર્ડર આપ્યો હતો અને તેમણે ૫૦ ટકા એડવાન્સ માંગ્યા હતા. ત્યારબાદ મટિરિયલ્સ ચેક પોસ્ટ ખાતે પકડાઈ ગયું છે અને જુદી-જુદી પેઢીમાં રૂપિયા જમા કરાવવાનું કહીને ૧,૩૫,૭૫,૦૦૦ જમા કરાવ્યા હતા. આટલા રૂપિયા જમા કરાવ્યા બાદ પણ મટિરિયલ્સ આપ્યું ન હતું અને મોબાઈલ બંધ થઈ ગયા હતા. બાદમાં વેપારીએ નાસીકમાં તપાસ કરાવતા તે નામની કોઈ પેઢી જ ન હતી. જેથી જામનગરના વેપારીને પોતે છેતરાઈ ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો.

તેમણે એક જૂને સીટી બી ડિવિઝનમાં ટ્રેસી મુરફી, ડેવિડ હિલેરી, સોફિયા કેનેડી સહિતના શખ્સો અને પેઢીઓ સાથે મળીને કુલ ૧૪ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોતાની ટીમ મુંબઈ મોકલી હતી અને ત્યાંથી બે નાઈઝીરીયન સહિત ત્રણ શખ્સોને પકડી લીધા હતા. તેમણે જામનગર લાવીને કોવિડ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.