Western Times News

Gujarati News

ખેડૂત બાગાયતી ખેતી વડે કરે છે વર્ષે એક કરોડની કમાણી

Files Photo

બનાસકાંઠા: અત્યારના સમયમાં ખેડૂતો ચિલાચાલુ ખેતીથી અલગ ચીલો ચાતરીને કંઈક અલગ કરી બતાવતા અનેક ઉદાહરણો બનતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલનું વધુ એક નામ ઉમેરાયું છે. અણદાભાઈએ પોતાના ખેતરમાં ઈઝરાયેલી બરહી જાતની ખારેકની ખેતી સાથે બાગાયતી ખેતી કરીને વર્ષે એક કરોડની કમાણી કરી હતી. મીઠી મધુર અને સ્વાદિષ્ટ ખારેકનું નામ સાંભળતાની સાથે જ મોંમાં પાણી આવી જાય છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઇ પટેલ જેઓ ૪૦ એકર જમીન ધરાવે છે. અને એ તમામ જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરી આર્ત્મનિભર અને પગભર થયા છે. અણદાભાઈ પટેલ બાગાયતી ખેતી પર હાથ અજમાવી વર્ષે રૂ. ૧ કરોડની માતબર આવક મેળવી રહ્યાં છે. બાગાયતી ખેતી વડે ખેડૂતો કઈ રીતે સમૃધ્ધ થાય તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પુરૂ પાડ્યુ છે.

સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલ જણાવ્યું કે, ખારેકની ખેતી લાયક પાણીની વ્યવસ્થા વર્ષ-૨૦૦૧થી થઈ ત્યારથી સારી આવક વાળી ખેતી કરવાના અમને વિચારો આવ્યાં કરતા હતાં. અમને સફળ ખેતીની પ્રેરણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૦૫માં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવ અભિયાનથી મળી હતી. બાગાયતી ખેતી કઇ રીતે કરવામાં આવે, તેનું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકાય જેવી તમામ સંતોષકારક માહિતી અમને કૃષિ મહોત્સવના કૃષિ રથ દ્વારા મળી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.