Western Times News

Gujarati News

મણિપુરનાં પૂર્વોત્તર રાજ્યમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા

Files Photo

ઇમ્ફાલ: આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫ઃ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છે કે આ પહેલા ૧૮ જૂનનાં રોજ મણિપુરમાં ૧ઃ૦૬ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જ્યારે સોમવારે દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં કારણે ધરતી ધ્રુજી હતી, જેની તીવ્રતા ૩.૭ નોંધાઇ હતી.

આપને જણાવી દઇએ કે, દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસની સાથે ભૂકંપનાં ઝાંટકામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજે મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સોમવારે જ મણિપુરનાં થોઉબલમાં ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનાં પ્રભાવ અને જાેખમોને ધ્યાનમાં રાખીને, સમગ્ર દેશ વિવિધ સેસ્મિક ઝોનમાં વહેંચાયો છે. રાજધાની દિલ્હીનાં સેસ્મિક ઝોન ૪ માં સ્થિત છે. ભૂકંપનાં આંચકા અહીં સમયે સમયે આવતા રહે છે. સોમવારે જ મ્યાનમારમાં ૩.૫ ની તીવ્રતાનાં આંચકા અનુભવાયા હતા, ભૂતાનમાં ૨.૯ અને ચીનમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

રવિવારે સવારે ગુજરાતનાં કચ્છમાં ૩.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દુધઈથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૯ કિ.મી. દૂર હતુ. ગત અઠવાડિયે લદ્દાખનાં લેહમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તાજિકિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનાં આંચકા દિલ્હી-એનસીઆર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા હતા.ધરતી પરની સપાટી ૭ ટેકટોનિક પ્લેટોથી બનેલી હોય છે. આ પ્લેટ એક બીજા સાથે ટકરાય ત્યારે ભૂંકપનો ખતરો થાય છે. ભૂકંપ આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.