Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત સીટો હશે

શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી પંચ સતત બધા જ પક્ષો સાથે વાત કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં સીમાંકનને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જમ્મુ કશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી પંચ સતત બધા જ પક્ષો સાથે વાત કરી રહ્યું છે. આ બધા વચ્ચે શુક્રવારે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરમાં સીમાંકનને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સીમાંકન વિભાગ હાલ જમ્મુ કાશ્મીરમાં છે. શુક્રવારે સીમાંકન પંચ જમ્મુની મુલાકાત પર છે. આ સમયે મુખ્ય ચૂંટણી પંચના સુશીલ ચંદ્રા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ માટે પણ સીટો અનામત હશે. સાથે જ આવતા વર્ષે રાજ્યમાં ચૂંટણી પણ યોજાઇ શકે છે.

જમ્મુમાં પ્રેસ કાૅંફરેન્સ દ્વારા સુશીલ ચંદ્રાએ જાણકારી આપવામાં આવી કે અમે જમ્મુ કાશ્મીરના બધા જ જિલ્લા અધિકારીઓ સાથે મુલાકાત કરી છે અને બધા જ અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. વર્ષ ૧૯૯૫માં જમ્મુ કાશ્મીરમાં કુલ ૧૨ જિલ્લાઓ હતા, પણ હવે આ જિલ્લાઓ વધીને ૨૦ જિલ્લાઓ થઈ ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે માર્ચ ૨૦૨૨ સુધીમાં
સીમાંકનની પ્રક્રિયા પૂરી થઈ જશે. અમે આ ૨૦૧૧ના વર્ષની વસ્તીના આધારે સીમાંકન તરફ આગળ વધી રહ્યા છીએ.

તેમના કહ્યા મુજબ આ એક ઘણી અઘરી પ્રક્રિયા છે પણ આ ઘણું મહત્વનું કામ છે. તેઓ જમ્મુ કાશ્મીરમાં ૭ સીટો જાેડશે. સાથે જ જી્‌ કેટેગરી માટે પણ સીટો આરક્ષિત કરશે. આ સાથે જ ૨૪ સીટો પીઓકે માટે અલગ રહેશે. તેઓ જમ્મુ કશ્મીરના ચીફ સેક્રેટરીને પણ મળ્યા છે. અમે તેમના વિભાગમાંથી સીમાંકન માટે એક નોડલ અધિકારીની પણ માંગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.