Western Times News

Gujarati News

ગાંધીનગરના અક્ષરધામ મંદિરના દ્વાર અષાઢી બીજથી ખૂલશે

ગાંધીનગર: રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે બધુ ધીમે ધીમે છૂટછાટોમાં વધારો થઇ રહ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂનઃસમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા. ત્યારે હવે તા. ૧૨ જૂલાઈ એટલે કે સોમવારથી રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે.

દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા.

દર્શન કરવા માટે સવારે ૧૦ કલાકથી થી ૭ઃ૩૦ કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે ૭ઃ૪૫ કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે. તેમ જ સોશિયલ ડીસ્ટન્સીન્ગનુ પણ પાલન કરવાનું રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.