Western Times News

Gujarati News

ધોની આગામી IPL નહિ રમે તો હું પણ બહાર થઈ જઈશ

નવી દિલ્લી: આઇપીએલ ૨૦૨૨માં ૧૦ ટીમો મેદાનમાં ઉતરવાની છે તેની વચ્ચે સુરેશ રૈનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએસકેના ખેલાડી સુરેશ રૈનાએ કહ્યું કે એમએસ ધોની આઇપીએલની આગામી સિઝનમાં રમવા માટે નહિં ઉતરે તો તે પણ આઇપીએલ મેચનો બહિષ્કાર કરશે અને એક મેચ નહિ રમે. આઇપીએલની હાલની સિઝનમાં આ બંન્ને ખેલાડીઓ રમી રહ્યા છે. વર્તમાન સિઝન ૪ મેના દિવસે સ્થગિત કરી દેવામાં આવી હતી. જેવા બીજા તબક્કાની ૩૧ મેચો સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ કરવામાં આવશે. સુરેશ રૈનાએ વાત કરતા કહ્યું કે, મારે ચાર-પાંચ વર્ષ બાકી છે.

આ વર્ષે અમે આઈપીએલ રમી રહ્યા છીએ અને આવતા વર્ષેથી વધુ બે ટીમો આવશે, તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જ્યાં સુધી હું રમીશ ત્યાં સુધી હું સીએસકે માટે જ રમીશ. હું આશા રાખું છું કે, અમે આ વર્ષે સારું પ્રદર્શન કરીશું. ગયા વર્ષે યુએઈમાં આયોજિત ટૂર્નામેન્ટમાં સીએસકેનું પ્રદર્શન ખૂબ નબળું હતું અને ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. સુરેશ રૈનાએ કહ્યું, જાે આગામી સિઝનમાં ધોની ભાઈ નહીં રમે તો હું પણ નહીં રમું. અમે ૨૦૦૮થી સીએસકે માટે રમી રહ્યા છીએ.

જાે આપણે આ વર્ષે જીત મેળવીશું, તો હું તેને આગામી સિઝનમાં રમવાનું કહીશ. ‘તેમણે કહ્યું કે, હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. જાે તેઓ નહીં રમે તો મને નથી લાગતું કે, હું આઈપીએલની અન્ય કોઇ ટીમ સાથે રમી શકીશ. મહત્વનું છે કે, એમએસ ધોનીની કપ્તાની હેઠળ સીએસકે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે. સૌથી વધુ વખત મુંબઈ ઈન્ડિયન્સે ટાઇટલ જીત્યું છે. ભારતના પૂર્વ પસંદગીકાર અને વિકેટકીપર બેટ્‌સમેન સબા કરીમે કહ્યું છે કે, બીસીસીઆઈએ એમએસ ધોનીની જર્સીને નિવૃત્ત કરવી જાેઈએ. તેમણે કહ્યું કે, મને લાગે છે કે માત્ર ધોની જ નહીં પરંતુ બીસીસીઆઈએ અન્ય મહાન ખેલાડીઓની જર્સી પણ સાચવવી જાેઈએ. તેમને ખાતરી કરવી જાેઈએ કે, તે મહાન ખેલાડીની જર્સી નંબર, બીજા કોઈએ તે નંબરની જર્સી પહેરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.