Western Times News

Gujarati News

સીરિયલ અનુપમામાં નહીં થાય શરદ કેલકરની એન્ટ્રી

મુંબઈ: ટીવી સીરિયલ અનુપમામાં નવી એન્ટ્રી થવાની ચર્ચા છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે. અનુપમાનો રોલ કરતી રૂપાલીના બાળપણના મિત્ર તરીકે બોલિવુડ કે ટેલિવુડના જાણીતા એક્ટરને લેવાશે તેવા અહેવાલો મીડિયામાં ફરી રહ્યા છે. અરશદ વારસી, શરદ, કેલકર, રોનિત રોય, રાજીવ ખંડેલવાલ, વરુણ બડોલા, સલીલ અંકોલા, શક્તિ આનંદ, રામ કપૂર વગેરે જેવા એક્ટર્સના નામ આ રોલ માટે ચર્ચામાં હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અરશદ વારસી અને રાજીવ ખંડેલવાલે શોને ના પાડી દીધી છે. શુક્રવારે સવારે રોનિતે રોયે પણ ટિ્‌વટ કરીને સ્પષ્ટ કર્યું છે કે, તે અનુપમાનો ભાગ નથી બનવાનો. હવે એક્ટર શરદ કેલકરની પ્રતિક્રિયા આવી છે.

અહેવાલો હતા કે શરદ કેલકરને ‘અનુપમા’માં રોલ ઓફર કરાવામાં આવ્યો છે પરંતુ એક્ટર આ ખબરો નકારી છે. શરદે કહ્યું, “આ માત્ર અફવાઓ છે. મને ‘અનુપમા’માં કોઈ રોલ ઓફર કરવામાં આવ્યો નથી. મેં મારું કરિયર ટીવી એક્ટર તરીકે શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હું ર્ં્‌્‌ પ્રોજેક્ટ્‌સ અને ફિલ્મોમાં વ્યસ્ત છું. જાે ટેલિવિઝનમાં કોઈ રસપ્રદ રોલ હશે તો હું ચોક્કસ તેના પર વિચારીશ. અત્યારે તો મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે લોકો આવી અફવાઓ ક્યાંથી ઉડાવે છે. જાે શો માટે મારો સંપર્ક કરાયો હોત તો પણ મારી પાસે હાલ તારીખો નથી.” અગાઉ શરદે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વિવિધ પ્લેટફોર્મ પર તેને રસપ્રદ રોલ મળી રહ્યા છે

આ માટે તે પોતાને નસીબદાર માને છે. શરદે કહ્યું, મને લાગે છે કે હું નસીબદાર છું અને મારા સતત પ્રયાસને કારણે મને રસપ્રદ પ્રોજેક્ટ મળ્યા છે. મેં નક્કી કરી લીધું હતું કે આટલા રસપ્રદ રોલ મળ્યા પછી હું ક્યારેય બેઝિક રોલ તરફ પાછું વળીને નહીં જાેઉં. મેં મારું લક્ષ્ય નક્કી કરી રાખ્યું હતું કે હું જાતજાતના રોલ કરીશ અને એક્ટર તરીકે મારી જાતને નિખારીશ. મને લાગે છે તેનું ફળ મળ્યું છે. મને લીડ રોલ ભલે ના મળતા હોય પરંતુ રસપ્રદ રોલ ચોક્કસ મળી જાય છે. ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ મને ઘણા સારા રોલ મળ્યા છે

તેની સાથે પ્રશંસા અને ઓળખ પણ મળી છે. શરદે એ વાત પર ભાર આપ્યો કે એક્ટરે માત્ર લીડ રોલ પાછળ ના ભાગવું જાેઈએ. “ધીમે-ધીમે મને લીડ રોલ પણ ચોક્કસ મળશે અને મારા રોલની લંબાઈ પણ વધશે. પરંતુ ત્યાં સુધી ફિલ્મ કે બીજા કોઈપણ માધ્યમમાં મને રસપ્રદ રોલ મળતા રહે તે સુનિશ્ચિત કરવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.