Western Times News

Gujarati News

પેટ્રોલનો ભાવ અમદાવાદમાં લિટરનો ૯૭.૬૪ રૂપિયા

Files Photo

અમદાવાદ: આજે શનિવારે ૧૦ જુલાઈના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધુ એક વખત વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજે કિંમતમાં વધારો કર્યો છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં ૨૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લીટર થી છે. જ્યારે ડીઝલની કિંમત ૮૯.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમત સ્થિર રાખી હતી. ઉલ્લેખનીય છે કે હાલ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહતની કોઈ આશા નથી. ક્રૂડ પ્રોડક્શનને લઈને ઓપેક પ્લસ દેશોની બેઠકમાં કોઈ સહમતિ નથી બની. જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેની અસર ઘરેલૂ બજારમાં કિંમત વધી રહી છે. ૧૦ જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૯૭.૬૪ રૂપિયા છે. આજે પેટ્રોલની કિંમતમાં ૦.૩૪ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમત ? ૯૬.૭૨ રૂપિયા છે.

ડીઝલની કિંમતમાં ૦.૨૮ રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. સવારે છ વાગ્યાથી નવો ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ જબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.