Western Times News

Gujarati News

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રથમ રેપિડ ચાર્જર સાથે ટાટા પાવર ઇઝેડ ચાર્જ સ્થાપિત થયું

આ પહેલ સરકારના ગુજરાતના કેવડિયાને દેશનું પ્રથમ ‘એકમાત્ર ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી’ બનાવવાને સુસંગત છે ~

ટાટા પાવર ઇઝેડ ચાર્જ મોબાઇલ એપ દ્વારા સપોર્ટેડ ચાર્જિંગ પોઇન્ટ ઇવીના માલિકોને રિયલ-ટાઇમમાં સ્ટેશન લોકેટ કરવામાં મદદરૂપ થશે ~

દિલ્હી/અમદાવાદ, ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપની ટાટા પાવરે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ધરાવતા અને પ્રસિદ્ધ ભારતીય લેન્ડમાર્ક – ગુજરાતના કેવિડયામાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સૌપ્રથમ ફાસ્ટ ડીસી ઇલેક્ટ્રિક વ્હિકલ (ઇવી) ચાર્જર સ્થાપિત કર્યું છે. અહીં ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી ભારતરત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા છે. આ પ્રતિમા આપણા વિશાળ દેશની રાષ્ટ્રીય, આધ્યાત્મિક અને ઐતિહાસિક એકતાનું પ્રતીક છે.

રેલવે સ્ટેશન નજીક કેવડિયામાં ટાટા પાવર ઇઝેડ ચાર્જ (ચાર્જિંગ સ્ટેશન) ઇવી યુઝર્સ માટે મહત્વપૂર્ણ પિટ સ્ટોપ બનશે. ઇવી યુઝર એવોર્ડ-વિજેતા ટાટા પાવર ઇઝેડ ચાર્જ એપ્લિકેશન દ્વારા આ ચાર્જરની સુલભતા મેળવી શકે છે. આ સરળ યુઝર ઇન્ટરફેસ ઓફર કરે છે,

प्रतिकात्मक

જે ઇવીના તમામ માલિકો માટે રિયલ-ટાઇમમાં નજીકના ઇ-ચાર્જિંગ સ્ટેશનોને લોકેટ કરવા, નેવિગેટ કરવા, બુક કરવા, ચાર્જ કરવા, ચુકવણી કરવા અને રિયલ-ટાઇમમાં નજીકના ઇ-ચાર્જિંગ સ્ટેશનોની ઉપલબ્ધતા ચકાસવા સક્ષમ બનાવશે.

વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા વિશ્વની સૌથી ઊચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વહીવટી કરતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA), કેવડિયાએ કરેલી જાહેરાત મુજબ, આ દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી બનશે, જ્યાં રોડ પર ફક્ત ઇલેક્ટ્રિક બસો, કાર અને ટૂ-વ્હીલર્સ જોવા મળશે. ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું કંપનીનું પગલું એના મોટા પગલાંને ટેકો આપશે.

ટાટા પાવરમાં ઇવી ચાર્જિંગ, હોમ ઓટોમેશન અને ESCOના હેડ શ્રી સંદીપ બાંગિયાએ કહ્યું હતું કે, “સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ હવે તેમના વાહનોના ચાર્જિંગની ચિંતા કર્યા વિના તેમના ઇવીમાં ફરી શકે છે. અમને ખુશી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ધરાવતું કેવડિયા ડીસી ફાસ્ટ ચાર્જર સાથે ઇવી રેડી બન્યું છે.

સુરત, વડોદરા, અમદાવાદ અને અન્ય શહેરોમાંથી આવતા પ્રવાસીઓ ચિંતા કર્યા વિના તેમની ઇલેક્ટ્રિક કારમાં સફર કરી શકે છે. અમે મહત્વપૂર્ણ હાઇવે લોકેશન અને આ પ્રકારના પ્રવાસન સ્થળો પર ઇવી ચાર્જિંગ પોઇન્ટ સ્થાપિત કરવા કટિબદ્ધ છીએ.”

ટાટા પાવર ભારતની એકમાત્ર વીજકંપની છે, જે ભારતના 120 શહેરોમાં 4000થી વધારે હોમ ચાર્જર્સ અને 500થી વધારે પબ્લિક ચાર્જર્સનું બહોળું નેટવર્ક ધરાવે છે. કંપની ઇવી ઇકો-સિસ્ટમ – પબ્લિક ચાર્જિંગ, કેપ્ટિવ ચાર્જિંગ, હોમ, વર્કપ્લેસ ચાર્જિંગ અને બસો માટે 240kW સુધીનું અલ્ટ્રા-રેપિડ ચાર્જર્સના તમામ સેગમેન્ટમાં કામગીરી ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.