Western Times News

Gujarati News

દારૂ સંતાડવાનું ચોરખાનું જાેઈ પોલીસ માથું ખંજવાળવા લાગી

Files Photo

સુરત: સુરતમાં દારૂની ડિમાન્ડ વધતા કેટલાક બુટલેગરો દારૂ વેચાણ કરવા માટે સુરતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે ચેક પોસ્ટ પાસેથી પસાર થતા ટેમ્પાને અટકાવી તેમાં ચેકિંગ કરતા ટેમ્પામાં ચોરખાનું બનાવી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનો ભાંડાફોડ કરી પોલીસે દારૂ લાવનાર ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ ટેમ્પોમાં દારૂ સંતાડવાની જગ્યા જાેઈને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી.

પોલીસે આ મામલે દારૂ મોકલનાર સહિતના ડ્રાઇવર મળી કુલ બે લોકોના વોન્ટેડ જાહેર કરી રૂપિયા ૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં દારૂની ડિમાન્ડ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવી નવા પ્રકરની તરકીબનો વધુ એકવાર સુરતની પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સીમાડા ચેકપોસ્ટ નજીકથી એક ટેમ્પામાં કેટલાક બુટલેગર દારુ લાવતા હોવાની જાણકારી પોલીસને મળતા પોલીસે આ મામલે વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડયો હતો. જાેકે ટેમ્પોમાં ચોરા બનાવી દારુલાવતા હોવાની વિગતો પોલીસને મળતા ટેમ્પો અટકાવી ચેક કરતા પોલીસ પણ એક વાર ચોકી ઉઠી હતી.
આ ટેમ્પોમાં ખાસ પ્રકાર નું ચોરખાનું બનાવી આ ચોર ખાનામાં મોટા પ્રમાણમાં દારૂ સંતાડેલો હતો જેથી પોલીસે ટેમ્પાના ચોર ખાનામાંથી ૮૨૭ નંગ દારૂની બોટલો કબજે કરી હતી.

પોલીસને બાતમી મળી હતી તેના આધારે ટેમ્પોનું ચેકિંગ કરતા દારૂ મળી આવ્યો હતો જાેકે પોલીસે આ ગુનામાં વિશ્વ પરમાર અજય મોહનલાલ ટોક અને ગોવિંદ સિંહ યાદવ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં દારૂ મોકલનાર ભૈરવસીંગમારવાડી અને તેના ડ્રાઇવરને પોલીસે વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાેકે પકડાયેલા ઈસમો છેલ્લા કેટલાક સમયથી આજ પ્રકારે દારૂ લાવતા હતા અને સુરતમાં ક્યાં સપ્લાય કરતા હતા સાથે આઠે દારૂ તેવો કોની પાસેથી અને ક્યાં થોઇ લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.