Western Times News

Gujarati News

ગટર ઉભરાયાની ફરીયાદ કરવા જતાં વેપારીને ધક્કો મારી પાડ્યા

File

સ્ટેડીયમ વોર્ડની ડ્રેનેઝ ઓફિસમાં સુપરવાઈઝર સામે પોલીસ ફરીયાદ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સામે એક વેપારીએ અતિ ગંભીર ફરીયાદ નોંધાવી છે કે ઉસ્માનપુરાની કીર્તિ કોલોનીમાં રહેતા વેપારી પોતાના ઘરની ગટર ઉભરાતી હોવાની ફરીયાદ નોંધાવવા માટે સ્ટેડીયમ વોર્ડની ઓફિસમાં ફરીયાદ કરવા માટે ગયા હતા. આ સમયે ડ્રેનેજ સુપરવાઈઝરે દિપકસિંહ વાઘેલા નામના પપ વર્ષીય વેપારીને પાછળથી ધકકો મારી દીધો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

ઈજા થતાં વેપારીએ પત્નીને બોલાવ્યા હતા. વેપારીના પત્નીને મહિલા કર્મચારીએ ધક્કો માર્યાનું પણ ફરીયાદમાં જણાવાયુ છે. વાડજ પોલીસનું કહેવુ છે કે પુરાવા એકતર કરી કાર્યવાહી કરાશે. ઉસ્માનપુરાની કીર્તિ કોલોનીના બંગલા નં.૧રમાં રહેતા ઈલેકટ્રીના વેપારી દિપકસિંહ પૃથ્વીસિંહ વાઘેલા તેમના ઘરની ગટર બાબતે ફરીયાદ લખાવવા તા.૧૭ જુલાઈએ ગયા હતા.

જુના પશ્ચિમ ઝોનમાં સ્ટેડીયમ વોર્ડની ઈજનેર શાખાની ડ્રેનેજ ઓફિસે ફરીયાદ કરવા ગયા ત્યાં કર્મચારીઓએ તેમને સાંભળ્યા હતા. આ ઓફિસમાં હાજર સુપરવાઈઝર કિરીટભાઈ કાનજીભાઈ સોલંકી (ઉ.વ.૪૩) મયુર મણીલાલ વાઘેલા (ઉ.વ.ર૭) સહિતના કર્મચારીઓને રજુઆત કરતા હતા. આ સમયે કિરીટભાઈઅને મયુરે ઉશ્કેરાઈ ગયા હતા. અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. સુપરવાઈઝર કિરીટભાઈએ પાછળથી આવીને વેપારી દિપકસિંહને ધક્કો મારીને પાડી દીધા હતા.

પડી ગયેલા દિપકસિંહે ઉભા થઈ શક્યા નહોતા અને કમરના ભાગે મુંઢ માર થવાથી ઈજા થવાથી પુત્ર, પુત્રી અને પત્નીને ફોન કરીને બોલાવ્યા હતા. ઓફિસમાં નોકરી કરતાં હંસાબેન રાજેશભાઈ રાઠોડ આવ્યા હતા. અને દિપકભાઈના પત્ની સુનિતાબેનને ધક્કો મારી પાડી દીધા હતા. આખરે, દિપકસિંહે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી મેસેજ આપ્યો હતો કે ‘ઝોનલ ઓફિસ રસવાટીકા પાસે એક ભાઈ મારી સાથે ઝઘડો કરે છે.

પોલીસ આવી હતી અને દિપકસિંહની ફરીયાદ વાડજ પોલીસમાં નોંધાઈ છે. તા.૧૭મી જુલાઈએ ફરીયાદ નોંધાવાઈ ત્યારે એનસી ગુનો નોંધાયો હતો. મણકાના ભાગે ફ્રેકચર થતાં એક મહિનો બેડરેસ્ટ કર્યા બાદ દિપકસિંહની પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. દિપકસિંહે મ્યુનિસિપલ કર્મચારીઓ ની વર્તણુંક બાબતે મ્યુનિસિપલ કમિશ્નરને પણ ફરીયાદ કરતા ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.