Western Times News

Gujarati News

કુવામાંથી ગુમ યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમીએ મારવા મજબુર કરતા ૬ સામે પોલીસ ફરીયાદ 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: બાયડ તાલુકાના વારેણા ગામની ૩ દીવસથી ગુમ થયેલ યુવતીની લાશ રવિવારે ગામ નજીક આવેલા એક કુવામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા ત્રણ દિવસથી ગુમ યુવતીની લાશ કુવામાં તરતી હોવાની જાણ બાયડ પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી યુવતીની લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી હતી બાયડ પોલીસે મૃતક યુવતીના ભાઈની ફરિયાદના આધારે ગામના પ્રેમી યુવક સહીત તેના પરિવારજનો સામે દુષ્પ્રેરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહીતી અનુસાર, વારેણા ગામની ૧૯ વર્ષીય સરોજબેન રામાજી પરમાર નામની યુવતીને ગામના જ જગદીશ જુજારભાઈ સોલંકી સાથે પ્રેમ સબંધ હતો ત્રણ દીવસ અગાઉ સરોજ બેનને જગદીશ સોલંકીનો  ભાઈ કેતન ઘરકામ કરવા લઇ ગયા પછી જગદીશ જુજાર સોલંકીની પત્ની માતા-પીતા અને તેના ભાઈ તેમજ તેની પત્નીએ સરોજબેન સાથે મારઝૂડ કરતા હોવાની જાણ સરોજના ભાઈ અને તેના પરિવારજનો જગદીશ સોલંકીના ઘરે પહોંચી તેની બહેન સરોજ અંગે પૂછપરછ કરતા તેમની સાથે ઝગડો કરતા અને અન્ય લોકોએ ઉપરાણું લેતા તેમને હોંકી કાઢ્યા હતા ત્યાર બાદ સરોજ બેન ઘરે પરત ન ફરતા

આ અંગે સરોજ બેનના ગુમ થવા અંગે જાણવાજોગ ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં આપી હતી અને સરોજની શોધખોળ જારી રાખી હતી ત્યારે ગામના સરપંચે સરોજની લાશ ગામના કુવામાં તરતી હોવાની જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સરોજનો મૃતદેહ જોઈ પરિવારજનો ભાંગી પડ્યા હતા અને બાયડ પોલીસને જાણ કરતા પીએસઆઈ પરમાર સહીત કાફલો સ્થળ પર પહોંચી મૃતક યુવતીની લાશને કુવામાંથી બહાર કાઢી પીએમ માટે બાયડ સરકારી દવાખાને ખસેડી દીધી હતી

બાયડ પોલીસે મૃતક સરોજબેનના ભાઈ સમીરભાઈ રામજીભાઈ પરમારની ફરીયાદના આધારે ૧)જગદીશ જુજારભાઈ સોલંકી,૨) કેતન જુજારભાઈ સોલંકી,૩) જુજારભાઈ સોમાભાઈ સોલંકી,૪)જશીબેન  જુજારભાઈ સોલંકી,૫) પૂજાબેન જગદીશ સોલંકી અને ૬) પ્રવિણાબેન કેતન સોલંકી (તમામ,રહે વારેણા, તા-બાયડ) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.