Western Times News

Gujarati News

લોનની પ્રક્રિયા માટે કોઈ પણ આગોતરી ફી ચૂકવવાથી દૂર રહેવા બજાજ ફાઈનાન્સની ગ્રાહકોને  સલાહ

પુણે, બજાજ ફિન્સર્વની ધિરાણ અને રોકાણ પાંખ બજાજ ફાઈનાન્સ લિમિટેડે તેના ગ્રાહકોને કોઈ પણ આગોતરી પ્રક્રિયા માટેની ફી નહીં ચૂકવવાની સલાહ આપે છે, કારણ કે કંપની અથવા તેના પ્રતિનિધિઓ લોન લેવા સામે ક્યારેય આવી કોઈ ચુકવણી કરવા પૂછશે નહીં.

બજાજ ફાઈનાન્સ લોનની જરૂર હોય તે સર્વ વ્યક્તિઓને એવી પણ સલાહ આપે છે કે તેમણે નજીકની શાખામાં જવું અથવા કંપનીની વિધિસર વેબસાઈટ (www.bajajfinserv.in) પર તપાસ કરવી અને કોઈ પણ અવિધિસર / અજ્ઞાત વચેટિયાઓઓ સાથે સંકળાવું નહીં જોઈએ.

આ જાગૃતિ લાવવા માટે બજાજ ફાઈનાન્સ રેડિયો કેમ્પેઈન  ‘સાવધાન રહે. સેફ રહેં’ લાવી છે, જે ગ્રાહકોને નાણાકીય છેતરપિંડી સામે સતર્ક અને સુરક્ષિત રહેવા માટે ચેતવે છે. આ કેમ્પેઈન ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવાની વિવિધ રીત આલેખિત કરવા માટે ઠગોની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે,

જેમાં ઠગો કંપની પાસેથી લોન મેળવી આપવાને નામે કોલ્સ/ એસએમએસ  /ઈમેઈલ્સ પર ગ્રાહકોને તેમની ગોપનીય અને સંવેદનશીલ નાણાકીય વિગતો આપવા માટે અનુરોધ કરે છે. બે સપ્તાહની આ કેમ્પેઈન મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીનાં સર્વ 23 સ્ટેશન પર પ્રસારિત કરાશે.

આ કેમ્પેઈન બનાવવા માટે એડવાન્સ્ડ લોન ફી, સ્કેમ લોન કોલ્સ, સોશિયલ એન્જિનિયરિંગ છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડી, એસએમએસ છેતરપિંડી વગેરે સુધીના કિસ્સાઓ બજાજ ફાઈનાન્સ લિ.એ જોયેલા વાસ્તવિક છેતરપિંડીના સંજોગોની નોંધ લઈને તૈયાર કરી છે. કંપનીએ ઈમેઈલ જારી કરીને ગ્રાહકોને આગોતરી લોન પ્રક્રિયા ફી માગતા અજ્ઞાત કોલરોને પ્રતિસાદ નહીં આપવા અને હંમેશાં તેમની વિગતો વિધિસર વેબસાઈટ પર જ ચકાસવા અનુરોધ કરે છે.

ગ્રાહકોને સંદેશ આપવા ઉપરાંત બજાજ ફાઈનાન્સે જનતા/ ગ્રાહકોને સુરક્ષિત રહેવા માટે અમુક સુરક્ષાની ટિપ્સ પણ આપી છે, જેમ કેઃ

હંમેશાં તુરંત લોનની ઓફર કરતા અજ્ઞાત કોલર સાથે વાત કરતી વખતે કાળજી રાખો.
આકર્ષક ડીલ્સ અને કેશબેક ઓફર કરતા, ઈએમઆઈ કાર્ડની વેલિડિટી વિસ્તારવાની અથવા ઈએમઆઈ કાર્ડની ક્રેડિટ લિમિટ વધારવાની ઓફર કરતા અજાણ્યા / અજ્ઞાત કોલરોને કોઈ પણ નાણાં ટ્રાન્સફર નહીં કરવા.

કોલ્સ/ સોશિયલ મિડિયા પેજીસ/ ઈન્ટરનેટ  / ઈમેઈલ્સ પર ક્યારેય તમારો મોબાઈલ નંબર, ઈએમઆઈ કાર્ડ નંબર, વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી), પેન /આધારની વિગતો, સરનામાનો પુરાવો ક્યારેય નહીં આપવો.
હંમેશાં બજાજ ફાઈનાન્સ સંબંધી લોન ઓફરો /સોશિયલ મિડિયા આઈડી / www.bajajfinserv.in વેબસાઈટ લિંક પર વેરિફાઈ કરવી.

બજાજ ફાઈનાન્સ લિમિટેડમાં નોકરીની ઓફરની બદલીમાં કોઈ પણ નાણાં ક્યારેય ચૂકવશો નહીં.
તમારી કોઈ પણ પૂછપરછમાટે સોશિયલ મિડિયા પર છેતરામણા અકાઉન્ટ્સ ટેગ કરશો નહીં. અમારા વિધિસર પેજીસ/ અકાઉન્ટ્સ જ ફોલો કરો.

અજ્ઞાત સ્રોતોમાંથી સોશિયલ મિડિયા પેજીસ, ઈમેઈલ અથવા એસએમએસ પર મોકલવામાં આવતી કોઈ પણ ક્લિકબેઈટ લિંક્સમાંથી કોઈ પણ થર્ડ પાર્ટી મોબાઈલ એપ્સ અથવા ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરવાનું ટાળો.

કંપની ધિરાણ અને વીમા સંબંધી વિવિધ નાણાકીય છેતરપિંડીનાં જોખમો અને સુરક્ષિત કઈ રીતે રહેવું જોઈએ તેની પર ગ્રાહકો અને જાહેર જનતાને માહિતગાર કરવા માટે તેનાં સર્વ ડિજિટલ અને સોશિયલ મિડિયા મંચોમાં સક્રિય રીતે જનજાગૃતિ ‘#સાવધાન રહેં, સેફ રહેં’ પ્રેરિત કરી રહી છે.

તેણે નાણાકીય છેતરપિંડીની વધતી ઘટનાઓ વિશે સંદેશ ફેલાવવા માટે NajiNaji: Online Fraud Se Bachein નામે યુટ્યુબ પર એનિમેટેડ ઈન્ફોમર્શિયલ કેમ્પેઈન પર જારી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.