Western Times News

Gujarati News

૨૦૧૪-૧૯ની વચ્ચે રાજદ્રોહના ૩૨૬ મામલા નોંધાયા,માત્ર છને સજા મળી

નવીદિલ્હી: રાજદ્રોહ પર ઔપનિવેશિક કાળના વિવાદિત દંડાત્મક કાનુન હેઠળ ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે ૩૨૬ મામલા નોંધવામાં આવ્યા હતાં જેમાંથી માત્ર છ લોકોને સજા મળી છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ ૧૨૪ એ (રાજદ્રોહ)ના મોટા પાયા પર દુરૂપયોગ પર ચિંતા વ્યકત કરતા કેન્દ્રને પુછયુ હતું કે આઝાદીના ૭૫ વર્ષ બાદ તેને બનાવી રાખવું કેમ જરૂરી છે જયારે અન્ય જુના કાયદાને રદ કરવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર ૨૦૧૪ અને ૨૦૧૯ની વચ્ચે રાજદ્રોહ કાનુન હેઠળ કુલ ૩૨૬ મામલા નોંધાયા છે જેમાંથી સૌથી વધુ ૫૪ મામલા આસામાં નોંધાયા છે.આ મામલામાંથી ૧૪૧માં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે જયારે છ વર્ષની મુદ્‌ત દરમિયાન આ અપરાધ માટે માત્ર છ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.અધિકારીઓએ કહ્યું કે ગૃહ મંત્રાલયે હજુ સુધી ૨૦૨૦ના આંકડા એકત્રિત કર્યા નથી આસામમાં દાખલ કરવામાં આવેલા ૫૪ મામલામાંથી ૨૬માં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું છે અને ૨૫ મામલામાં કેસની સુનાવણી પુરી થઇ છે જાે કે રાજયમાં ૨૦૧૪
અને ૨૦૧૯ની વચ્ચે એક પણ મામલામાં કોઇને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી

ઝારખંડમાં છ વર્ષો દરમિયાન ૪૦ કેસ દાખલ કવામાં આવ્યા છે તેમાંથી ૨૯ મામલામાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે અને ૧૬ મામલામાં સુનાવણી પુરી થઇ છે તેમાંથી એક વ્યક્તિને જ દોષિત ઠેરવવામાં આવ્યો છે.હરિયાણામાં રાજદ્રોહ કાનુન હેઠળ ૩૧ મામલા દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી ૧૯ મામલામાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે અને છ મામલાની સુનાવણી પુરી થઇ છે અને માત્ર એક વ્યક્તિ દોષસિધ્ધ થયો છે.

જયારે બિહાર જમ્મુ કાશ્મીર અને કેરલમાં ૨૫-૨૫ મામલા નોંધાયા છે બિહાર અને કેરલમાં કોઇ પણ મામલામાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું નથી જમ્મુ કાશ્મીરમાં ત્રણ મામલામાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે. જાે કે ત્રણેય રાજયોમાં ૨૦૧૪થી ૨૦૧૯ની વચ્ચે કોઇ પણ મામલામાં કોઇને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી કર્ણાટકમાં રાજદ્રોહના ૨૨ મામલા નોંધયા છે ૧૭માં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે એક મામલાની સુનાવણી પુરી થઇ છે

આ મુદ્‌તમાં કોઇ પણ મામલામાં કોઇને પણ દોષી ઠેરવવામાં આવ્યા નથી ઉત્તરપ્રદેશમાં ૧૭ મામલા દાખલ કરાયા છે અને પશ્ચિમ બંગાળમાં આઠ મામલા દાખલ કરવામાં આવ્યા છે ઉત્તરપ્રદેશમાં આઠ અને બંગાળમાં પાંચ મામલામાં આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા છે પરંતુ બંન્ને રાજયોમાં કોઇને પણ દોષીત ઠેરવવામાં આવ્યા નથી

જયારે મેધાલય મિઝોરમ ત્રિપુરા સિક્કિમ અંડમાન અને નિકોબાર લક્ષદ્રીપ પોડિચેરી ચંડીગઢ દમન અને દીવ દાદરા અને નગર હવેલીમાં છ વર્ષોમાં રાજદ્રોહનો કોઇ મામલો દાખલ કરવામાં આવ્યો નથી ત્રણ રાજયો મહારાષ્ટ્ર પંજાબ અને ઉત્તરાખંડમાં રાજદ્રોહના એક એક મામલા દાખલ કરવામાં આવ્યા છે. જે છ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં તેમાંથી બેને ૨૦૧૮માં તથા એક એક વ્યક્તિને ૨૦૧૯,૨૦૧૭,૨૦૧૬ અને ૨૦૧૪માં સજા સંભળાવવામાં આવી હતી વર્ષ ૨૦૧૫માં કોઇને પણ દોષીત ઠેરવવામાં આવ્યા નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.