Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ નાં ૩૯,૩૬૧ નવા કેસા

નવીદિલ્હી: દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે અને આ મહામારીનાં મૃત્યુઆંકમાં વધારો થતો જ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ નાં ૩૯,૩૬૧ નવા કેસોની પુષ્ટિ થઈ અને ૪૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે.કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, એક્ટિવ કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે માહિતી જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં ૩૯,૩૬૧ નવા કેસ મળી આવ્યા છે, જ્યારે ૩૫,૯૬૮ દર્દીઓ ઠીક થયા છે.

વળી, આ સમયગાળા દરમ્યાન કોરોના સંક્રમણનાં કારણે ૪૧૬ દર્દીઓ પણ મૃત્યુ પામ્યા છે. આ નવા આંકડા પછી, દેશમાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસો વધીને ૪,૧૧,૧૮૯ અને રિકવર દર્દીઓની સંખ્યા વધીને ૩,૦૫,૭૯,૧૦૬ થઈ ગઈ છે.

રવિવારે દેશનાં દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૭ હજારથી વધુ કેસ નોંધાયા હતા. વળી આરોગ્ય મંત્રાલયનાં ડેટામાં એ પણ બહાર આવ્યું છે કે એપ્રિલ ૨૦૨૦ થી, ભારતમાં કોરોના વાયરસથી લગભગ અડધા મૃત્યુ આ વર્ષે એપ્રિલ અને મે મહિનાનાં માત્ર બે મહિનામાં થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.