Western Times News

Gujarati News

દેશમાં પહેલીવાર મત લેવા મતદારોેને લાંચ આપવા માટે સીટિંગ સાંસદ દોષી

હૈદરાબાદ: ભારતમાં પહેલીવાર લોકસભાના સીટીંગ સાંસદની ચૂંટણીમાં મતદારોને મત આપવા માટે લાંચ ઓફર કરવાના આરોપસર દોષિત ઠેરવી સજા કરાઇ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને લાંચ આપવાના આરોપસર તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના સાંસદ મલોથ કવિતા અને તેમના સહયોગીને નામપલ્લીની સ્પેશિયલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. તેલંગણાના નામપલ્લીની સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ સેશન્સ કોર્ટે ટીઆરએસના મહેબૂબાબાદ લોકસભા મતવિસ્તારના સાંસદ મલોથ કવિતા અને તેમના એક સહયોગીને ચૂંટણી સમયે મત માટે મતદારોને લાંચ આપવાના આરોપસર દોષી ઠેરવી બંનેને ૬-૬ મહિનાની કેદ ફટકારી હતી.

એ યાદ રહે કે તાજેતરના સમયમાં ચૂંટાયેલા રાજકીય નેતાઓને સાંસદ અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલતે દોષી ઠેરવી જેલની સજા ફટકારી હોય તેવી આ ત્રીજી ઘટના છે. જાેકે પહેલીવાર લોકસભાના કોઇ સીટિંગ સાંસદને ચૂંટણીમાં મતદારોના લાંચ આપવાના આરોપસર દોષી ઠરાવીને જેલની સજા કરાઇ છે.

૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહેબૂબાબાદ મતવિસ્તારમાં બર્ગામપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મલોથ કવિતાને મત આપવા મતદારોેને માથાદીઠ રૃપિયા ૫૦૦ વહેંચતા કવિતાના સહયોગી શૌકત અલીને ઇલેક્શન ફ્લાઇંગ સ્ક્વોડના મહેસૂલી અધિકારીઓએ ઝડપી લીધો હતો. ફ્લાઇંગ સ્ક્વોડે શૌકત અલીને મત માટે મતદારોને લાંચ આપતા રંગે હાથ પકડયો હતો. અધિક સરકારી વકીલ જી નારાયણે જણાવ્યું હતું કે, અલીએ કોર્ટમાં કબૂલાત કરી હતી કે તે મલોથ કવિતાને મત આપવા માટે મતદારોને માથાદીઠ રૃપિયા પ૦૦ આપી રહ્યો હતો.

આ કેસમાં શૌકત અલીને આરોપી નંબર ૧ અને મલોથ કવિતાને આરોપી નંબર ૨ બનાવાયા હતા.સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ વીઆરઆર વારાપ્રસાદે બંનેને આઇપીસીની ધારા ૧૭૧-ઇ અંતર્ગત દોષી ઠેરવી ૬ મહિનાની સાદી કેદ અને બંનેને રૃપિયા ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાં હતાં. જજે ચુકાદો જાહેર કર્યો ત્યારે બંને અદાલતમાં હાજર હતા.પોલીસે પુરાવા તરીકે અદાલતમાં ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓના રિપોર્ટને રજૂ કર્યો હતો. અલીએ કોર્ટમાં કબૂલાત કરી હતી કે મતદારોને લલચાવવા માટે કવિતાએ તેને નાણાં વહેંચવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસના ઝડપથી નિકાલ માટે વિશેષ અદાલતોની રચના કરવાના આદેશ આપ્યા પછી માર્ચ ૨૦૧૮માં આ સ્પેશિયલ સેશન્સ કોર્ટની રચના કરાઇ હતી. અત્યાર સુધીમાં આ કોર્ટ ભાજપના ધારાસભ્ય રાજાસિંહ અને ટીઆરએસના ધારાસભ્ય દાનમ નાગેન્દરને દોષી ઠેરવી ચૂકી છે. રાજાસિંહને પોલીસ અધિકારી પર હુમલો કરવાના કેસમાં અને દાનમ નાગેન્દરને એક સરકારી અધિકારી પર હુમલાના કેસમાં દોષી ઠેરવાયા હતા.

કેરળ વિધાનસભાની ચૂંટણીના ૩ દિવસ પહેલાં થ્રિસૂરના હાઇવે પર થયેલી રૃપિયા ૩.૫ કરોડની ચોરીના કેસમાં કેરળ પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે વિધાનસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી ગેરકાયદેસર રીતે રૃપિયા ૪૦ કરોડ કેરળ મોકલાયા હતા અને હવાલા દ્વારા ભાજપ પ્રદેશ એકમના પદાધિકારીઓમાં વહેંચવામાં આવ્યા હતા. આ કાળું નાણંુ હતંુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.