Western Times News

Gujarati News

પુત્રની જમીન ખુદ પિતા અને ભત્રીજીએ પચાવી પાડી

સુરત: સુરતમાં દિવસેને દિવસે જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે જમીન પચાવી પાડવાની અનેક ઘટના સામે આવે છે. એનઆરઆઈ વ્યક્તિની મિલકતો અને અસલ ડોક્યુમેન્ટ્‌સ પચાવી પાડી હાથપગ તોડી નાંખવાની ધમકી આપવાના મામલે સમસ્ત લેઉવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ અને તેની ભત્રીજી સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ કેસમાં ફરિયાદીના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ભત્રીજી પોલીસ પકડથી દૂર છે. સુરતમાં આવેલી સોનાની લગડી સમાન જમીનોના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. આવી જમીનો પચાવી પાડવાની ફરિયાદો સુરત પોલીસમાં સતત નોંધાઈ રહી છે.

સુરતમાં એક યુવકે પોતાની જમીન અને સાચા દસ્તાવેજ કબજે કરી છેતરપિંડી કર્યાંની ફરિયાદ અન્ય કોઈ નહિ પણ પોતાના પિતા અને ભત્રીજી વિરુદ્ધ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના રાંદેર ઉગત રોડ પર દેવ આશીષ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા ૫૩ વર્ષીય નૈનેષ ઠાકોર પટેલની હિસ્સાની વીમા પોલીસીઓ, રોકડ રકમ, અસલ પાસપોર્ટ, બેંક એકાઉન્ટની ચેકબુકો, પાસબુકો સહિતના અસલ દસ્તાવેજાે પિતા ઠાકોર પટેલે ખોટું કરવાની દાનત સાથે પોતાના કબજામાં લીધા હતા. એનઆરઆઈ પુત્રએ પિતા પાસે અસલ દસ્તાવેજાેની માંગણી કરી તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

એટલું જ નહિ પિતા ઠાકોર પટેલની સુલતાનાબાદમાં એસએનએસ મરીનમાં નવમા માળે ફલેટ, અઠવાલાઇન્સ નવી કોર્ટની સામે હિરલ આર્કેડની દુકાન અને અઠવાલાઇન્સની દિવ્યકાંત બિલ્ડિંગની દુકાન ભત્રીજી પૂજાએ પોતાના નામે કરાવી લીધી છે. જેને લઈને અમેરિકાના એનઆરઆઈ પુત્રએ સુરતના ઉમરા પોલીસ મથકમાં પિતા અને ભત્રીજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માતાના મરણ અવસ્થામાં કોરા કાગળો પર અંગુઠાના નિશાનો કરાવી પિતા અને ભત્રીજી પૂજાએ પોતાના કબજામાં રાખી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.