Western Times News

Gujarati News

24 વર્ષના વિદ્યાર્થી પર ગ્લોબલ હોસ્પિટલમાં હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ

~ દરદીને બાળપણથી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ખામી હતી અને જાગૃતિ અને સમયસર ઉપચારના અભાવથી આઈઝેનમેન્જર્સ સિન્ડ્રોમમાં પરિણમી

અમદાવાદ, ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના ડોક્ટરોએ દુર્લભ અને જટિલ કોન્જેનિટલ હાર્ટના રોગથી પીડાતા અને આ સ્થિતિનો ઉપચાર કરવા માટે હાર્ટ અને લંગનું એકત્રિત ટ્રાન્સપ્લાન્ટ સફળતાથી પાર પડાયું તેવા 24 વર્ષના વિદ્યાર્થીના કેસની માહિતી આપી હતી. ડોક્ટરો આ કેસ થકી હાર્ટ અને લંગની વધતી બીમારી અને આ દેશમાં ઓપરેશન નહીં કરી શકાય તેવા પુખ્ત કોન્જેનિટલ હાર્ટના રોગ અને સેકંડરી પલ્મોનરી હાઈપરટેન્શન સાથેના દરદીઓના વિચલિત કરનારા પ્રવાહ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને સતર્ક કરવા માગતા હતા. આ સમસ્યા ફક્ત 40 વર્ષના લોકોને જ નહીં પણ 20 અને 30 વયવર્ષના યુવાનોમાં પણ પ્રવર્તે છે એ વિશે તેમણે વિશેષ નોંધ કરી હતી.

આ ગંભીર બીમારીઓમાં વધારાને ધ્યાનમાં લેતાં ગ્લોબલ હોસ્પિટલે હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક્સનું નેટવર્ક નિર્માણ કરવા માટે તેના પ્રયાસો સમર્પિત કર્યા છે, જે આ જાહેર આરોગ્યની ચિંતાઓને પહોંચી વળવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમણે હાલમાં સુરતમાં આવું એક ક્લિનિક શરૂ કર્યું છે. હોસ્પિટલ ગુજરાતના હાર્દ હોવાથી સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ અને ગુજરાતના અન્ય ભાગો જેવાં સ્થળોથી હાર્ટ અને લંગના દરદીઓ માટે આસાનીથી પહોંચક્ષમ કેન્દ્ર છે.

ડોક્ટરો હાર્ટ અને લંગ ફેલ્યોરનાં લક્ષણો સાથેના દરદીઓને ઓળખવા, નિદાન અને ઉપચાર કરવા માટે નિયમિત રીતે આ ક્લિનિકમાં પ્રવાસ કરે છે. આ દરદીઓને તે પછી ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન સેવાઓને પહોંચ મળી શકે છે અને આ કાર્યક્રમ થકી આ બીમારીના ગુજરાતમાં અનેક દરદીઓનો ઉપચાર કરવામાં આવ્યો છે.

તીવ્ર કિસ્સાઓમાં હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના લાભો વિશે બોલતાં ડોક્ટરોએ અક્ષરા (નામ બદલ્યું છે)ના કેસનો દાખલો આપ્યો હતો. આ વિદ્યાર્થિની બાળપણથી જ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ખામીથી પીડાતી હતી, જે ધ્યાનમાં નહીં આવતાં વર્ષોનાં વહાણાં સાથે વધીને આઈસેનમેન્જર્સ સિન્ડ્રોમ નામે ગંભીર સ્થિતિમાં પરિણમી હતી.

તે લાંબા સમયથી આ સ્થિતિની માવજત તબીબી રીતે કરતી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી તેની સ્થિતિ કથળી હતી અને તેને લીધે તેને ઘર-આધારિત ઓક્સિજન થેરપી પર મૂકવામાં આવી હતી. જૂન 2019માં આખરે તેની પર એકત્રિત હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને હાલમાં તે હેમખેમ છે અને સાજી થઈ રહી છે.

આઈસેનમેન્જર્સ સિન્ડ્રોમ સાથેના દરદીઓનો રંગ સમયાંતરે ભૂરા અથવા રાખોડીમાં ફેરવાય છે અને સેરિબ્રલ સ્ટ્રોક્સ, તીવ્ર રાઈટ હાર્ટ ફેલ્યોર, ઈન્ફેક્ટિવ એન્ડોકાર્ડિટાઈસ જેવી દ્વિતીય ગૂંચ વિકસે છે અને ત્યાર પછી અસહ્ય પીડા સહન કરીને દર્દનાક મૃત્યુ થાય છે.

ગ્લેનઈગલ્સ ગ્લોબલ હોસ્પિટલ્સના ડાયરેક્ટર અને હાર્ટ અને લંગ પ્રોગ્રામના અધ્યક્ષ ડો. સંદીપ અત્તાવારે જણાવ્યું હતું કે આઈસેનમેન્જર્સ સિન્ડ્રોમ ધરાવતા દરદીઓ જો તેમની બાલ્યાવસ્થા અથવા બાળપણમાં કરેક્ટિવ હાર્ટ સર્જરી કરાવે તો આવી ગંભીર સ્થિતિ નિવારી શકાય છે. જોકે હાલમાં હવે આવાં દેશમાં વધુ સામાન્ય સ્થળ બની ગયાં છે. આથી આ તપાસ કરાવવાનું ચૂકી ગયેલા દરદીઓ હવે દયનીય સ્થિતિ માટે પસ્તાવો કરે છે, સિવાય કે આ ગંભીર હાનિગ્રસ્ત અવયવો બદલી કરવાનો વિકલ્પ અથવા આર્થિક રીતે તે પરવડી શકશે કે તે અંગે વિચારણા કરે.

જોકે ગંભીર રીતે હાનિગ્રસ્ત અવયવોની બદલી કરવા માટે રોગગ્રસ્ત અવયવ દાનમાં વધારો થવો જરૂરી છે, એમ પણ ડો. સંદીપે જણાવ્યું હતું. અવયવદાન અંગે જાગૃતિ હવે વધી રહી છે અને આ આધુનિક અને તબીબી રીતે બિન- ઉપચારક્ષમ હાર્ટના રોગ સાથેના દરદીઓ માટે તેથી જ આશાનું કિરણ જાગ્યું છે.

આઈસેનમેન્જર્સ સિન્ડ્રોમ માટે આખરી નિવારણ હાર્ટ અને ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન છે. અક્ષરા આવી જ એક છોકરી છે, જેને વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ખામી હતી, જેની પર તેના બાળપણમાં શસ્ત્રક્રિયા કરાવાઈ નહોતી. હાર્ટ- લંગ ટ્રાન્સપ્લાન્ટેશન અંતિમ તબક્કાના કાર્ડિયાક અને પલ્મોનરી રોગ ધરાવતા દરદીઓમાં હાર્ટ અને લંગનું સાગમટે ચિકિત્સકીય રિપ્લેસમેન્ટ છે. આ સુચારુ ઉપચાર વિકલ્પ છે, એમ ડો. અત્તાવારે જણાવ્યું હતું.

હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટેશન પસંદ કરતા દરદીઓ ઘણા બધા સમન્વયી અને યોગ્ય સૂચિત પગલાં પછી ધ્યાનથી પસંદ કરવામાં આવે છે. ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન અનુસાર હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે સંકેત આઈસેનમેન્જર્સ સિન્ડ્રોમ સાથે કોન્જેનિટલ હાર્ટનો રોગ પછી જીવલેણ જમણું હાર્ટ ફેલ્યોર સાથે ઈડિયોપેથિક પ્રાઈમરી પલ્મોનરી હાઈપરટેન્શન અને તીવ્ર જમણું હાર્ટ કામ કરવાનું બંધ કરવા સાથે સિસ્ટિક ફાઈબ્રોસિસનો સમાવેશ થાય છે.

 અક્ષરાનું ટ્રાન્સપ્લાન્ટ 6થી 7 કલાક ચાલ્યું હતું. સર્જરી પછી તેનું પુનર્વસન કરાયું હતું અને ત્યાર પછી જુલાઈના મધ્યમાં તેને રજા આપવામાં આવી હતી. તે નિયમિત રીતે ચિકિત્સકીય ટીમ પાસે ફોલો-અપ માટે આવે છે અને સારી રીતે સાજી થઈ થઈ રહે છે. તેનું ફોલો-અપ લંગ બાયોપ્સીઓ અને ઈમ્યુનોસપ્રેસિવ ઔષધિઓની સપાટીની બારીકાઈથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને તબીબી દેખરેખ હેઠળ ઉપચાર કરવામાં આવે છે.

ગ્લોબલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. વિવેક તલૌલીકરે જણાવ્યું હતું કે હું અક્ષરાને નવું જીવન આપવા માટે ડોક્ટરોની અમારી ટીમે સખત મહેનત લીધી હતી તેમનો આભાર માનું છું. આજ સુધી ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈએ સફળતાથી ત્રણ દ્વિપક્ષી લંગ ટ્રાન્સપ્લાન્ટ અને 1 એકત્રિત હાર્ટ અને દ્વિપક્ષી લંગ ટ્રાન્સપ્લાન્ટ પાર પાડ્યાં છે. અમારો પ્રોગ્રામ ભારતમાં દાયકાઓથી ચાલતા અમારા બધા અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ્સ જેવા બધા દરદીઓ માટે સુરક્ષિત અને કાળજીપૂર્વકનું વાતાવરણ આપે છે.

હું વહાલાજનોના અવયવો દાન કરવાનું સાહસિક પગલું લેનારા દાતા પરિવારનો વિશેશ આભારી છું. આજે તમે જુઓ છો તેમ અવયવ દાને આ યુવતીને નવું જીવન આપ્યું છે. હું મિડિયા થકી સમુદાયોને આગળ આવવા અને અવયવ દાન માટે શપથ લેવા અપીલ કરું છું, એમ ડો. વિવેકે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.