Western Times News

Gujarati News

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત 

ગાંધીનગર, ગાંધીનગરની જાણીતી સામાજીક સંસ્થા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા ગુજરાતના નવનિયુક્ત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ યોજાયો હતો.

આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના કાર્યો વિશે જાણકારી મેળવીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેઓએ સંસ્થાની કામગીરીથી પ્રભાવિત થઈને આગામી સમયમાં વધુ મજબૂતાઈથી સમાજને મદદરૂપ થઈ શકાય તે માટે અનેકવિધ સુચારુ સૂચનો પણ કર્યા હતા.

ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં કાર્ય કરવા અપીલ કરી હતી. તેમજ સંસ્થા દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાની પણ તૈયાર દર્શાવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી ડા. અંકુર પરમારે રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ, પુસ્તકથી સ્વાગત કરેલ. સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર દ્વારા રાજ્યપાલશ્રીનું મોમેન્ટો અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી એસ. કે. નંદા , દ્વારા પણ રાજ્યપાલશ્રીને આવકારીને સંસ્થાની ગતિવિધિઓથી માહિતગાર કરાયેલ.

આ પ્રસંગે સંસ્થાના અન્ય પદાધિકારીઓ શ્રી જગતભાઈ કારાણી, શ્રી અરવિંદ રાણા, શ્રી યુવરાજસિંહ વાઘેલા, શ્રી મનોજભાઈ સરૈયા, શ્રી અભેરાજભાઈ ચૌધરી, શ્રી હસમુખભાઈ મેકવાન, શ્રીમતી ઈલાબેન વોરા, સુશ્રી જયશ્રીબેન ખેતિયા, શ્રી નરેશભાઈ પ્રજાપતિ, સુશ્રી મીતાબેન ઉપાધ્યાય, સુશ્રી દીપ્તીબેન સબાપરા, શ્રી સંજયભાઈ ખખ્ખર, શ્રીમતી ભાવના ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.