Western Times News

Gujarati News

રાજકોટમાં ઘરે દંપતી જમતું’તું, પૂર્વ પતિએ આવી છાતીમાં ગોળી ધરબી સગર્ભાને પતાવી દીધી

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં પતિ-પત્ની જમતા હતા અને પૂર્વ પતિ આવીને છાતીમાં ગોળી ધરબી મહિલાને પતાવી દેતા ચકચાર મચી ગઈ હતી. જાેકે ગોળી મારી આરોપી ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાને તેનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ગણતરીની મિનીટોમાં જ માધાપર ચોકડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મહિલાને ૭ મહિનાનો ગર્ભ હોવાનું પણ ખુલ્યું છે.

રાજકોટ ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરિતા નામની મહિલાના લગ્ન ચાર વર્ષ પહેલા ગોરખપુરના આકાશ રામાનુજ મૌર્ય સાથે લગ્ન થયા હતા. બાદમાં છૂટાછેડા થતા સરીતાએ રાજકોટમાં પંકજ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આજે પંકજ અને સરીતા બપોરે જમી રહ્યાં હતા ત્યારે આકાશ ગોરખપુરથી આવ્યો હતો અને પૈસાની લેતીદેતીમાં માથાકૂટ થઈ હતી. બાદમાં આકાશે સરીતા પર દેશી કટ્ટાથી ફાયરિંગ કરી હત્યા કરી નાસી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરી પોલીસને જાણ કરી હતી. આકાશ ઇન્દિરા સર્કલ નજીક રિક્ષામાં બેસી જતો હતો ત્યારે કૃણાલે તેનો સતત પીછો કરી રિક્ષા નંબર પોલીસને આપ્યા હતા. આથી પોલીસે રિક્ષાનો પીછો કરી માધાપર ચોકડીએથી આકાશની ઝડપી લીધો હતો અને હાલ પૂછપરછ ચાલુ છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ હાથ ધરાઇ છે.

સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરવા માટે રિક્ષા પાછળ કાર દોડાવી હતી. બાદમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ચડતા યુવાને મ્ઇ્‌જી ટ્રેક પર પોતાની કાર ચલાવી પોલીસને રિક્ષા નંબર આપ્યા હતા અને પોલીસ દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક સરિતા ચાર વર્ષ પહેલાં ગોરખપુર ખાતે આરોપી આકાશના પિતાને ત્યાં સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી. આ સમયે બન્નેને પ્રેમ થયો હતો અને ચાર વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા.

જાેકે આ બાદ મહિલાએ રાજકોટ આવી પંકજ નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન આરોપીએ મહિલાને અત્યાર સુધીમાં રૂપિયા આપ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. જે પરત ન આપતા આજે રોષે ભરાયને આરોપીએ મહિલાની છાતીના ભાગે ગોળી મારી હત્યા નીપજાવી હતી.

સ્થાનિક યુવાન કૃણાલે જણાવ્યું હતું કે, મેં પૂછ્યુ કે શું થયું તો તેણે જણાવ્યું કે પેલો ભાઇ ગોળી મારીને ભાગ્યો છે. આથી મેં મારી કાર તેની પાછળ કરી. યુનિવર્સિટી રોડ પરથી મેં પોલીસને જાણ કરી અને રિક્ષા નંબર લખાવ્યા હતા. મારા મિત્ર હરીને પોલીસ સ્ટેશન જઇને કહ્યું કે, આ નંબરની રિક્ષા માધાપર ચોકડી તરફ જાય છે. આથી પોલીસે તેની પાછળ પીછો કર્યો અને મેં મારી કાર પણ તેની પાછળને પાછળ જ હંકારી. મેમો ન આવે તેની ચિંતા કર્યા વગર મેં મારી કાર બીઆરટીએસ રોડ પર ચલાવી. બીક એ હતી કે રિક્ષામાં બેઠેલા આરોપી પાસે રાઇફલ છે. આથી હું મારી કાર તેની આડી રાખી શકુ તેવી પરિસ્થિતિ નહોતી. મને પણ ખુદને ડર હતો. માધાપર સર્કલ પાસેથી આરોપીને ઝડપી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.