Western Times News

Gujarati News

જાવેદ હૈદરની દીકરીને સ્કૂલે ઓનલાઈન ક્લાસમાંથી કાઢી

મુંબઈ: કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં લાખો લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. આ લોકડાઉનની ઘણી ખરાબ અસર ફિલ્મો અને ટીવીમાં કામ કરનારા સાઈડ એક્ટર્સ, ટેકનિશિયન્સ અને રોજમદારો પર સૌથી વધુ પડી છે. છેલ્લા એક વર્ષમાં ઘણા ટીવી એક્ટર્સની આર્થિક સ્થિતિ કામ ન મળવાથી ખરાબ થઈ ગઈ છે. એવા જ કંઈક હાલ જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટર જાવેદ હૈદરના પણ થઈ ગયા છે. તેની પાસે એટલા રૂપિયા પણ નથી કે, તે પોતાની દીકરીની સ્કૂલની ફી ભરી શકે.

જાવેદ હૈદરે કહ્યું કે, તે ઘણી બધી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરી ચૂક્યો છે. લોકો તેને ઓળખે પણ છે, પરંતુ લોકડાઉનમાં કામ ન મળવાને કારણે તે ફાઈનાન્શિયલ ક્રાઈસિસનો સામનો કરી રહ્યો છે. જાવેદે જણાવ્યું કે, તેની પાસે એટલા રૂપિયા પણ ન હતા કે, તે પોતાની દીકરીની સ્કૂલ ફી આપી શકે. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે, સ્કૂલે ૮મા ધારણમાં ભણતી જાવેદની દીકરીને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકી. જાવેદે જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક મહિનાથી ફી નહોંતી ભરી શકતો. તેની દીકરીની દર મહિને ૨૫૦૦ રૂપિયા ફી થાય છે.

જાવેદે જણાવ્યું કે, તેણે કોઈ રીતે રૂપિયા ભેગા કર્યા અને દીકરીની ફી ભરી, જેથી તે પાછી ક્લાસમાં બેસી શકે. જાવેદે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જાવેદે કહ્યું કે, તે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોટા કલાકારોને જાણે છે, પરંતુ તેમની પાસે રૂપિયા માગવામાં શરમ આવે છે. તેણે કહ્યું કે, એક વખત તમે કોઈની પાસે રૂપિયા માંગો પછી તે તમારી સામે જાેવાનું પણ બંધ કરી દે છે. કામની બાબતમાં પણ એવું જ છે. લોકો તમારા ફોન ઉપાડવાના પણ બંધ કરી દે છે. તેણે કહ્યું કે, જાે કોઈને હું રૂપિયા માટે ફોન કરું અને એ ન આપે તો એ મારું અપમાન થયું કહેવાય અને પછી અમારા સબંધો બગડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.