Western Times News

Gujarati News

ઇ-વે બિલના સંપૂર્ણ મેનેજમેન્ટ માટે વન-સ્ટોપ સોલ્યુશન ટેલી પ્રાઇમ

લેટેસ્ટ ટેલીપ્રાઇમ વર્ઝન સાતત્યપૂર્ણ કનેક્ટેડ ઇ-વે બિલ અનુભવ અને પર્સનલાઇઝ બિઝનેસ રિપોર્ટિંગની ખાતરી આપે છે

અમદાવાદ, ભારતનું અગ્રણી બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોવાઇડર ટેલી સોલ્યુશન્સે કનેક્ટેડ સર્વિસીસ સાથે ઇ-વે બિલ જનરેશન માટે સુવિધાજનક વન-સ્ટોપ સોલ્યુશન ટેલીપ્રાઇમનું લેટેસ્ટ વર્ઝન પ્રસ્તુત કર્યું છે. આ સોલ્યુશન વ્યવસાયોને ચીજવસ્તુઓની લેવડદેવડ માટે તાત્કાલિક અને સરળતાપૂર્વક ઇ-વે બિલ જનરેટ કરવાની સુવિધા આપશે.

એનાથી વિવિધ સિસ્ટમ અને વિવિધ સિસ્ટમમાં ડેટાનું મેનેજમેન્ટ કરવાની જરૂરિયાત દૂર થશે તેમજ સંપૂર્ણ વર્કફ્લો – જનરેશન, કેન્સેલેશન, કમ્પ્લેશન, ડિલેનું મેનેજમેન્ટ સોફ્ટેવરમાંથી સીધું થઈ શકશે એવું સુનિશ્ચિત થશે. આ રીતે વ્યવસાયો વધારે નીતિનિયમોનું પાલન કરશે અને સાથે સાથે આ માટેનો ખર્ચ ઘટશે.

સોફ્ટવેર ઇ-વે બિલના જીવનચક્ર દરમિયાન ઊભી થઈ શકે એવા વિવિધ સ્થિતિસંજોગોમાં સંબંધિત તમામ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં રાખીને રિપોર્ટને સઘન સેટ પણ પ્રદાન કરશે. આ લોંચ પર ટેલી સોલ્યુશન્સના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ ગોએન્કાએ કહ્યું હતું કે, “જીએસટીમાં કરવેરા વ્યવસ્થાને યુનિફિકેશન સાથે વ્યવસાયો માટે નીતિનિયમોનું પાલન સરળ કરવા કેટલાંક પ્રયાસો થયા છે.

છતાં નીતિનિયમોનું પાલન કરવા અનેક બાબતોની જરૂર હોવાથી ‘એનો ખર્ચ’ વધી રહ્યો છે, જેમાં વિવિધ સિસ્ટમ સાથે ઇન્ટેરક્શન સામેલ છે. ટેલીપ્રાઇમના આ લેટેસ્ટ વર્ઝનમાં સાતત્યપૂર્ણ કનેક્ટેડ ક્ષમતાઓ સાથે અમારો ઇરાદો નીતિનિયમોનું પાલન સરળ બનાવવાનો તથા દેશભરમા લઘુ અને મધ્યમ વ્યવસાયો માટે એનો ખર્ચ ઘટાડવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે ફરી કાર્યરત થઈ શકે. અમારી વિવિધ ટીમો આ સંપૂર્ણપણે કનેક્ટેડ ક્ષમતા લાવવા સતત કામ કરે છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રાઇવેટ છે.”

જીએસટી પોર્ટલ મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં ગુજરાતમાં અંદાજે 6 કરોડ ઇ-વે બિલો જનરેટ થયા હતા, જે એને સૌથી વધુ ઇ-વે બિલો જનરેટ કરનાર ટોચના થોડા રાજ્યોમાં સ્થાન અપાવે છે. જોકે મહત્તમ વ્યવસાયો હજુ પણ આ મેન્યુઅલી જનરેટ કરે છે અથવા એનઆઇસી પોર્ટલ મારફતે જનરેટ કરે છે,

જેથી સંપૂર્ણ પ્રક્રિયા જટિલ બની જાય છે. ટેલીપ્રાઇમના આ લેટેસ્ટ વર્ઝનને પ્રસ્તુત કરવાની સાથે ટેલી કેટલાંક સ્થાનિક અને પ્રાદેશિક સંગઠનો અને વેપારી સંસ્થાઓ સાથે કામ કરે છે, ઇ-વે બિલ જનરેશનનું ઓટોમેશન કરવા અને સંપૂર્ણ વ્યવસાયિક કામગીરી માટે એસએમઇને મદદ કરવા 100થી વધારે વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરે છે. ટેલી રાજ્યમાં 80 સર્ટિફાઇડ પાર્ટનર્સ અને 1500 એસોસિએટ પાર્ટનર્સ ધરાવે છે તથા એનો ઉદ્દેશ દરેક શહેરમાં અને જિલ્લામાં એસએમઇ સુધી પહોંચવાનો છે, જેથી તેમની ઓટોમેશનની સફરમાં તેમને મદદ મળે.

લેટેસ્ટ વર્ઝને ટેલીપ્રાઇમના રિપોર્ટ્સની અસરકારકતા વધારી છે, જે ગ્રાહકોને તેમના વ્યવસાયોની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ પર્સનલાઇઝ વ્યૂ ક્રીએટ કરવા અને સેવ કરવાની સુવિધા આપે છે. ‘સેવ માય વ્યૂ’ ફીચર યુઝર્સને એકવાર રિપોર્ટમાં કન્ફિગરેશન્સ/સેટિંગ્સ ચેન્જ સેવા કરવા સક્ષમ બનાવશે

તથા તાત્કાલિક દરેક સિંગલ ટાઇમમાં એક્સેસ કરવા સક્ષમ બનાવશે. ઉપરાંત કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ ‘ટેલી રિપોર્ટ્સ ઇન બ્રાઉઝર’ની સુલભતા વધારવા એનો અનુભવ તમામ ઉપકરણો પર સાતત્યપૂર્ણ સામગ્રી અને વિઝ્યુઅલ અનુભવ લાવવા વધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.