Western Times News

Gujarati News

‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત પ્રચાર-રિક્ષાને લીલી ઝંડી આપતા જિલ્લા કલેક્ટર

ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ  બદલ અમદાવાદ જિલ્લાને વિશિષ્ટ સન્માન મળ્યું

‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત પ્રચાર-રિક્ષાને લીલી ઝંડી આપતા જિલ્લા કલેકટરશ્રી ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર મળ્યો છે જેમાં જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રની સહિયારી કામગીરી અને સહયોગથી આ એવોર્ડ મળ્યો છે.

જિલ્લા કલેકટરશ્રી ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ તાજેતરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે અપાયો હતો.

આ સન્માન બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ મેળવ્યુ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ એમ. બાબુએ જણાવ્યું કે બાળકીઓના જન્મદરના રિયલ ટાઈમ ડેટા પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગ દ્વારા જનની સુરક્ષા યોજના થકી બાળકીઓનો જન્મ દર ઊંચો લાવવામાં સફળતા મળી છે. હજી પણ આ કામગીરી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી કરવામાં આવી છે પરિણામે ૨૦૧૭-૧૮ના વર્ષમાં સેક્સ રેશિયો એટલે કે છોકરાં – છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં એક હજારે ૮૯૪ હતું તે ૯૦૭ થવા પામ્યું છે જ્યારે ગ્રામ્ય કક્ષાએ ૯૦૬ હતું તે ૯૪૪ થયું છે.

અમદાવાદ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા અને સંમેલન તથા સેન્સેટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત ૩૮૫ ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.

અમદાવાદ જીલ્લાના ૪૬૩ ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ કાઢવામાં આવી અને વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને શહેરી વિસ્તારમાં ૪૮ બીઆરટીએસ સ્ટોપ પર ૪૦૦ બોર્ડ, ૬૦૦થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.