Western Times News

Gujarati News

SVP: એપોલો ફાર્મસીને બે નોટિસ ફટકારવામાં આવી

રૂ.૨૦ લાખના દંડની ભલામણઃ એપોલોને છેતરપિંડીની ફરીયાદ બદલ નોટિસ આપવામાં આવી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂ.૭૫૦ કરોડના ખર્ચથી કાર્યરત થયેલ SVP  હોસ્પિટલમાં વિવાદો અને ગેરરીતી લગભગ કાયમી બની ગયા છે. ગરીબ-મધ્યમવર્ગના નાગરીકો માટે આશીર્વાદરૂપ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને નામશેષ કરી SVP  હોસ્પિટલમાં  શરૂ કરવામાં આવી છે. જે હજી પૂર્ણ કાર્યરત થઈ નથી. પરંતુ હોસ્પિટલમાં ગેરરીતી અને કૌભાંડો ૨૪ કલાક ચાલી રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન (મેટ) દ્વારા નિયુક્ત કરવામાં આવેલ ખઆનગી કોન્ટ્રાક્ટરો તથા કંપનીઓ જીફઁમાં વ્યાપક ગેરરીતી આચરી રહી છે.

જેના કારણે તમામ કંપનીઓ સામે નોટિસ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલમાં દવા વેચાણ માટે એપોલો ફાર્મસીને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. સદર કંપનીએ અનેક પ્રકારની ગેરરીતી આચરી છે. જે પૈકી પાંચ મુખ્ય ગેરરીતીને ધ્યાનમાં લઈને એપોલો ફાર્મસીને બે નોટીસ આપવામાં આવી છે. તથા રૂ.૨૦ લાખની પેનલ્ટી કરવા પણ ભલામણ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થયેલ SVP હોસ્પિટલમાં હજી પૂર્ણ કાર્યરત થઈ નથી પરંતુ તેમાં વિવાદો અને ગેરરીતી પૂર્મરૂપે કાર્યરત થઈ ગયા છે.

હોસ્પિટલના લોકાર્પણ પહેલાં મેનપાવર સપ્લાય, સીક્યોરીટી, હાઉસ-કીપીંગ તથા મેડીકલ સ્ટોર્સ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. મેટ દ્વારા જે ચાર સંસ્થાઓને આ કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યા છે

તે તમામ સંસ્થાઓને વિવિધ કારણોસર નોટિસો આપવામાં આવી છે. જેમાં એપોલો ફાર્મસી મોખરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એપોલો ફાર્મસી સામે પાંચ ગંભીર પ્રકારની ફરીયાદો થઈ હતી. જેમાં ફ્રોડ પ્રેક્ટીસ (છેતરપિંડી) મુખ્ય છે. એપોલો ફાર્મસીના કર્તાહર્તા દ્વારા દર્દીઓ સાથે છેતરપિંડી કરવાની અનેક ફરીયાદો બહાર આવી છે. જેમાં ઓછી દવા આપી વધઉ રકમ કે જથ્થાના બીલ બનાવવા તથા વધુ ભાવ લેવા મુખ્ય છે.

આ ગુના કે ફરીયાદ બદલ એપોલો ફાર્મસીને અલગ નોટિસ આપવામાં આવી છે. જ્યારે અન્ય ચાર ગેરરીતી કે બેદરકારી બદલ અલગ નોટિસ આપી છે. એપોલો ફાર્મસી દ્વારા લાયકાત મુજબનો સ્ટાર નિયુક્ત કરવામાં આવ્યો નથી. જેનાં કારણે “ડીસ્પેન્શીંગ એરર” વધુ પ્રમાણમાં થાય છે. મતલબ કે, તબીબ દ્વારા લખવામાં આવેલ દવાના બદલે ભળતી જ દવા આપવામાં આવે છે.

જેના કારણે, દર્દીના જીવને જાખમ રહે છે. એપોલો ફાર્મસી સામે “મેન્યુઅલ” બીલ આપવાની પણ ફરીયાદો પણ મોટા પ્રમાણમાં બહાર આવી છે. મેન્યુઅલ બીલના કારણે બીલમાં ગેરરીતી થતી હોવાનું પણ માનવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓ માટે દવાનો એકમાત્ર આધાર “એપોલો ફાર્મસી” છે. જેનો ગેરલાભ લઈને ઉંચા ભાવથી દવાનું વેચાણ કરે છે.

હોસ્પિટલના દર્દીઓને અન્ય સ્થળેથી દવા ખરીદ કરવાના વિકલ્પ આપવા જરૂરી છે. SVP હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીના સ્વજનો સાથે પણ એપોલો ફાર્મસીના સ્ટાફનું વર્તન ખરાબ હોવાની વ્યાપક ફરીયાદો બહાર આવી છે. તેમજ એકાદ-બે દવા માટે પણ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પાડવામાં આવે છે. દવાની દુકાનમાં બી.ફાર્મ થયેલ સ્ટાફ ન હોવાથી દવા શોધવામાં જ ઘણો સમય થાય છે.

આ તમામ કારણોસર એક અલગ નોટિસ એપોલો ફાર્મસીને આપવામાં આવી છે. હોસ્પિટલ સત્તાવાળા દ્વારા આપવામાં આવેલ નોટિસનો જવાબ આગામી સપ્તાહમાં એપોલો ફાર્મસી દ્વારા આપવામાં આવશે. એપોલો ફાર્મસીને બે નોટિસ આપવાની સાથે સાથે રૂ.૨૦ લાખની પેનલ્ટી કરવા માટે પણ ફાઈલ ચલાવવામાં આવી છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ રૂ.૨૦ લાખની પેનલ્ટી લેવા માટે તૈયાર છે.

માત્ર મ્યુનિ.કમિશ્નર દ્વારા લીલીઝંડી આપવામાં આવે તેની પ્રતિક્ષા થઈ રહી છે. નોંધનીય બાબત એ છે કે જીફઁ વહીવટીતંત્ર અને એપોલો વચ્ચે “શેરીંગ” કરાર થયા છે. એપોલો ફાર્મસીની આવકના ૧૭ ટકા મેટ (હોસ્પિટલ)ને મળે તેવી શરત રાખવામાં આવી છે. પરંતુ એપોલો દ્વારા કરારની શરત પેટે રાતીપાઈ પણ મેનચને આપવામાં આવી નથી.

હોસ્પિટલની  સીક્યોરીટી, હાઉસકીપીંગ તથા મેનપાવર સપ્લાય કરનાર કંપનીઓ સામે પણ દંડ-નોટિસની કાર્યવાહી

SVP હોસ્પિટલમાં મેટ દ્વારા જે કોન્ટ્રાક્ટરો નિયુક્ત થયા છે તે તમામને ગેરરીતી કે બેદરકારી બદલ નોટિસો આપવામાં આવી છે. જેમાં મેનપાવર સપ્લાય કરનાર “યુડીએસ” કંપની મુખ્ય છે. હોસ્પિટલ સત્તાવાળા દ્વારા યુડીએસ કંપનીને નોટિસ આપવા ઊપરાંત રૂ.૪૦ લાખની પેનલ્ટી પણ કરવામાં આવી છે. સદર કંપની દ્વારા જરૂરિયાત મુજબ સ્ટાફ આપવામાં આવતો નથી. તથા જે સ્ટાફ મોકલવામાં આવે છે તેમની લાયકાત પૂરતી હોતી નથી.

તેથી કરારની શરત મુજબ એક વ્યક્તિદીઠ  રૂ.એક હજારની પેનલ્ટી યુડીએસ કંપનીને કરવામાં આવી છે. જેનો કુલ આંકડો રૂ.૪૦ લાખ થઈ ગયો છે. તેવી જ રીતે સીક્યોરીટી કોન્ટ્રાક્ટર “સલામત” કંપનીને પણ બીલના પાંચ ટકા લેખે પેનલ્ટી કરવામાં આવી છે. જ્યારે હાઉસકીંપીંગ કોન્ટ્રાક્ટર “ખેબર સિંદુરી”ને પણ માર્ચ મહિનામાં પેનલ્ટી કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓને શરતભંગ તથા બેદરકારી બદલ એક-એક નોટિસ પણ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.