Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં મોટા ષડયંત્રનો પર્દાફાશઃ ૪ એકે-૫૬, ૨ એકે-૪૭ સહિત જંગી હથિયારો જપ્ત

શ્રીનગર,  જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઈબાના ખૂંખાર ત્રાસવાદી આશિફને ઠાર કર્યા બાદ પોલીસને ગુરૂવારે ફરી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લઇ જઈ રહેલા એક ટ્રકને પકડી પાડ્યો છે.

સાથે સાથે જમ્મુ-કાશ્મીર સરહદ નજીક લખનપુરથી પોલીસે ત્રણ આતંકવાદીઓની પણ ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ પાસેથી ૪ એકે-૫૬ અને બે એક-૪૭ પણ જપ્ત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી ખીણમાં કોઇ મોટા હુમલા કરવાની ફિરાકમાં હતા. એસએસપી કઠુઆ શ્રીધર પાટિલે ટ્રકને પકડ્યા બાદ તેની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીના સંબંધ આતંકવાદી જૈશે મોહમ્મદ સાથે છે.

હાલમાં જ બારામુલ્લામેં સુરક્ષા દળોએ લશ્કર સાથે જાડાયેલા આઠ ઓવરગ્રાન્ડ વર્કરોની ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે, આ આતંકવાદી પાકિસ્તાનના ઇશારે અહીં સામાન્ય લોકોને ધમકાવવા અને ખીણની શાંતિને બગાડવામાં લાગેલી છે. ગઇકાલે બુધવારે ખીણણાં લશ્કરે તોઈબાના ખૂંખાર આતંકવાદી આશિફને પણ સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતારી દીધો છે. પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડર પર હથિયારો ભરેલી એક ટ્રક પકડાતા હડકંપ મચી ગયો છે. કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારોની ખેપ પકડાઈ. એવું કહેવાય છે કે આ હથિયારો પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતાં.

ટ્રકમાં કરિયાણાના સામાનની આડમાં હથિયારો જમ્મુ અને કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે ૩ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ૫ એકે-૪૭ રાઈફલો જપ્ત કરી છે. જે ટ્રકમાંથી હથિયારો ઝડપાયા છે તેના પર શ્રીનગરનો નંબર લખેલો છે. આતંકવાદીઓ પાસેથી ૪.૫ લાખ રૂપિયા પણ જપ્ત કરાયા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ટ્રક પંજાબના અમૃતસરથી શ્રીનગર જવા માટે રવાના થયો હતો. પંજાબ અને જમ્મુ કાશ્મીર પોલીસ આ ટ્રકમાંથી પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.