Western Times News

Gujarati News

CII CBREની કોન્ફરન્સમાં સસ્ટેઇનેબલ ઇકોસિસ્ટમ માટેની જરૂરિયાત સ્વરૂપે “ગ્રીન રિયલ એસ્ટેટનાં નિર્માણ” પર ભાર મૂકવામાં આવ્યો

  • આ આપણી નબળી પડેલી ઇકોસિસ્ટમ પર વધારે દબાણ ઊભું કરશે, કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરતાં દુનિયાનાં ટોચનાં 15 દેશોમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજું સ્થાન ધરાવે છે
  • ભારતની બિલ્ડિંગ્સની થર્મલ ઊર્જાની માગ વર્ષ 2047 સુધીમાં 800 ટકા સુધી વધશે; ભારતનાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વર્ષ 2010થી 48થી 52 ટકા વધ્યું હોવાની ધારણા છે; વર્ષ 2030 સુધીમાં વીજળીની માગ 2,500 ટેરા વોટ (ટીડબલ્યુ) થશે

નવી દિલ્હી, પોતાનાં નોલેજ પાર્ટનર CBRE સાથે CIIએ થીમ ‘બિલ્ડિંગ ગ્રીન રિયલ એસ્ટેટ’ સાથે 9મી રિજનલ કોન્ફરન્સ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સંપન્ન કરી હતી. CII CBRE કોન્ફરન્સનો ઉદ્દેશ સસ્ટેઇનેબલ ઇકોસિસ્ટમ ઊભી કરવાનો તથા આદર્શ રિયલ એસ્ટેટમાં કોન્સેપ્ટ, ડિઝાઇન અને કલ્ચરને નવેસરથી પરિભાષિત કરતા ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં ટ્રેન્ડને પ્રદર્શિત કરવાનો હતો. કોન્ફરન્સમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ પણ દર્શાવવામાં આવી હતી, જે ફેસિલિટીઝ મેનેજમેન્ટ સમુદાયને સસ્ટેઇનેબલ કે પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન્સ અપનાવવા, માળખાગત સુવિધાઓનાં વિકાસની સ્થિતિમાં સુધારો કરવાની ભૂમિકા માટે સજ્જ થવા તથા ઇન્ટરેક્ટિવ, ચર્ચાવિચારણાયુક્ત અને સમસ્યા-સમાધાન સત્રો મારફતે હાલની જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવશે.

 આ કોન્ફરન્સ વિશે CII દિલ્હી સ્ટેટનાં વાઇસ ચેરમેન શ્રી આદિત્ય બર્લિયાએ કહ્યું હતું કે, ફેસિલિટી મેનેજમેન્ટ ભાડૂઆતો, રોકાણકારો, કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક સત્તામંડળનું ઇન્ટરફેસ છે એટલે તેઓ બિલ્ડિંગની ટકાઉક્ષમતા વધારવા કોઈ પણ યોજનાઓ અમલ કરવામાં મોખરે છે. આ કોન્ફરન્સ ફેસિલિટી મેનેજમેન્ટનાં વધતા મહત્ત્વને સુધારવા હાથ ધરવામાં આવી હતી, ખાસ કરીને આપણે સસ્ટેઇનેબલ બિલ્ડિંગમાં અગ્રેસર હોવાથી ગ્રીન હોમ્સ બનાવવામાં. ઉપરાંત સસ્ટેઇનેબલ અને પર્યાવરણને અનુકૂળ સ્ટ્રેટેજીસની લવચીકતા અને વિકાસનાં અર્થઘટનમાં હાલનાં વિવિધ ટ્રેન્ડ પર ચર્ચા કરવામાં આવી હતી.

 કોર્પોરેટ સંસ્થાઓ તેમજ રહેણાક ગ્રાહકોમાં ગ્રીન બિલ્ડિંગ્સ અને ગ્રીન હોમ્સનાં ફાયદાની જાણકારી વધી રહી છે, તેમણે તેમની મિલકતોને કેવી રીતે સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ બનાવી શકાશે એનાં પર નવેસરથી તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

એશિયા પેસિફિક અને ભારતમાં કમર્શિયલ પ્રોપર્ટીનાં માલિકો અને મેનેજર્સ લાંબા ગાળાનાં પર્યાવરણનાં પડકારોનું સમાધાન કરવા બિલ્ડિંગને પર્યાવરણને વધારે અનુકૂળ બનાવવા વધારેને વધારે સંસાધનોનો ઉપયોગ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ઉદ્યોગમાં કમર્શિયલ રિયલ એસ્ટેટ એસેટ્સમાં પર્યાવરણને અનુકૂળ સંસાધનોનો ઉપયોગમાં થયેલો વધારો બિલ્ડિંગનાં માલિકો, ભાડૂઆતો, કોન્ટ્રાક્ટર્સ અને સ્થાનિક સત્તામંડળનાં સંકલિત પ્રયાસોનું પરિણામ છે એવું CBREનાં ગ્લોબલ રિસાયલન્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ 2019 રિપોર્ટમાં જણાવવામાં
આવ્યું છે.

 આ કોન્ફરન્સમાં CBRE સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડનાં પીએમ અને જીડબલ્યુએસનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેશ પંડિતે કહ્યુ હતું કે, રોકાણકારો પર્યાવરણ સાથે સંબંધિત જોખમની વધારે નોંધ લેવાની સાથે ફેસિલિટી મેનજેમેન્ટ માટે બિલ્ડિંગનાં સસ્ટેઇનિબિલિટીનાં સ્તરને વધારવા સક્રિય થવું મહત્ત્વપૂર્ણ છે. એનો સમય આવી ગયો છે અને રિયલ એસ્ટેટ વ્યાવસાયિકોની આગામી પેઢી બિઝનેસ મેનેજર્સ અને લીડર્સની વધારે નજીક હશે, જેઓ સ્વસ્થ ઇન્ડોર વાતાવરણ, ઊર્જાનાં કાર્યદક્ષ ઉપયોગ અને કાર્યકારી ઊર્જાની બચત સાથે ઇનોવેશન માટે નજર દોડવશે તથા સંવેદના, સ્ટ્રેટેજિક થિંકિંગ, કમર્શિયલ કુશળતાનો સમન્વય કરશે.

ફેસિલિટી મેનેજર્સનાં નેતૃત્વમાં આ ગ્રીન પહેલ અભિગમ પરિવર્તનકર્તા અને કામગીરીનાં મુખ્ય પરિબળ તરીકે ચપળતા તરીકે કામગીરીની ભૂમિકાને વધારે સચોટ રીતે પ્રતિબિંબિત કરશે.

 કોન્ફરન્સમાં ફોર લીડરશિપ વિચારણા સામેલ છે, જે ગ્રીન પહેલો સાથે પરંપરાગત પ્રેક્ટિસને પરિવર્તિત કરવાની ક્ષમતા સાથે સોલ્યુશન્સ પર ભાર મૂકે છે તથા આ પરિવર્તનમાં ટેકનોલોજીની પથપ્રદર્શક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

ઉપરાંત સોલ્યુશન્સને ઓળખવા ઇચ્છતાં પ્રતિનિધિઓ વચ્ચે ગ્રૂપ એક્ટિવિટી યોજાઈ હતી, જે પર્યાવરણલક્ષી વધતી જાગૃતિને પુનરાવર્તિત કરે છે. છેલ્લાં સત્રનું ટાઇટલ સ્કિલિંગ ફોર ધ ફ્યુચર હતું, જેમાં ઉદ્યોગનાં પીઢ આગેવાનોએ યુવાન રિયલ એસ્ટેટ વ્યવસાયિકો સમક્ષ તેમનાં અનુભવો વહેંચ્યાં હતાં અને તેમને વ્યવસાયમાં લાંબા ગાળા માટે ગ્રીન પહેલો સાથે તેમનાં અભિગમને વ્યૂહાત્મક બનાવવાની ભલામણ કરી હતી.

 પેનલ સંયુક્તપણે નિષ્કર્ષ પર આવી હતી કે, ગ્રીન બિલ્ડિંગ્સ કાર્યદક્ષ હોવાની સાથે પોતાની ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે પાવરગ્રિડમાં વધારાની ઊર્જા મોકલવા પણ સક્ષમ બની શકે છે. પુનઃપ્રાપ્ય ઊર્જા માટે સૌર ઊર્જા વ્યાપક સ્તરે સફળ પુરવાર થયેલી પદ્ધતિ છે.

ફોટોવોલ્ટેઇક સેલ રુફટોપની સાથે બિલ્ડિંગનાં રવેશ પર સ્થાપિત થઈ શકશે તેમજ બારીઓ અને સ્કાયલાઇટ્સ તરીકે પારદર્શક મોડ્યુલ્સમાં પણ સ્થાપિત થઈ શકશે. સસ્ટેઇનેબિલિટીનું અન્ય મુખ્ય અસરકારક પરિબળ WELL બિલ્ડિંગ્સ અને LEED સર્ટિફિકેશનનો સમાવેશ છે, જે પર્યાવરણનાં નિર્માણનો ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.