Western Times News

Gujarati News

લોકરમાં ચોરી થશે તો બેન્ક વળતર આપશે: આરબીઆઇ

મુંબઇ, બેન્કના લોકરમાં ઘરેણા કે કોઇ અન્ય કિંમત વસ્તુઓ તમે રાખતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કે લોકર ભાડે લેવા સંબંધિત દિશાનિર્દેશોમાં સંશોધન કર્યું છે. રિઝર્વ બેન્કે સંશોધિત નિર્દેશોમાં બેન્કો માટે વળતર નીતિ અને દેણદારીનો પણ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.

રિઝર્વ બેન્ક અનુસાર બેન્કોને પોતાના બોર્ડ દ્વારા મંજૂર એવી નીતિ લાગુ કરવી જાેઇએ જેમાં બેદરકારીના કારણે લોકરમાં મૂકેલા સામાનને લઇને તેમની જવાબદારી નક્કી કરવામાં આવી શકે. રિઝર્વ બેન્કે કહ્યું કે કુદરતી વિપદા કે એક્ટ ઓફ ગોડ એટલે કે ભૂકંપ, પૂર, આકાશીય વીજળી કે વાવાઝોડાની સ્થિતિમાં બેન્કો કોઇ નુકસાન માટે જવાબદાર નહીં હોય.
જાેકે બેન્કોને પોતાના પરિસરને આ પ્રકારની વિપદાઓથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર રહેશે. આ ઉપરાંત જે પરિસરમાં સુરિક્ષત જમા લોકર છે તેમની સુરક્ષાની પૂરતી જવાબદારી બેન્કની રહેશે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આગ, ચોરી, લૂંટની સ્થિતિમાં બેન્કો પોતાના દાયિત્વથી હટી ન શકે. આવા મામલાઓમાં બેન્કોનું દાયિત્યવ લોકરના વાર્ષિક ભાડા કરતાં ૧૦૦ ગણા સુધી રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.