Western Times News

Gujarati News

વલસાડ જિલ્લા સંકલન – ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાઇ સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યલક્ષતામાં યોજાઇ હતી.

બેઠકના અધ્યક્ષ સ્થારનેથી જિલ્લા કલેકટરએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લા ના સંબધિત ધારાસભ્યોરના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતો બાબતે સંબધિત વિભાગના અધિકારીએ કરેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જાે પ્રશ્ન એક થી વધુ વિભાગોને સ્પ ર્શતો હોઇ તો સંબધિત પરસ્પલર વિભાગોના અધિકારીઓએ સંકલન કરી ત્વશરિત નિકાલ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના પંડોર ગામે સ્ટેરટ હાઇવે જમીન સંપાદન થયા બાદ ૭/૧૨ ના રેકર્ડ ઉપર દુરસ્તી ની એન્ટ્રી પડેલ છે કે કેમ? અને એન્ટ્રીબ પડેલ હોય તો ૭/૧૨ પરથી દુરસ્તી૧ થયેલ છે કે કેમ ? અને નકશા ઉપર એની દુરસ્તી ની અસર આપવામાં આવી છે કે કેમ ?

બાબતે ડી. આઇ. એલ. આર. વલસાડ દ્વારા જણાવવામાં આવ્યુંમ હતું કે, પંડોર ગામે કોલક નદીની બાજુમાં આવેલા બ્રીજના નિર્માણ પહેલા પરીયા અંબાચ રોડની જમીન સંપાદનની માપણી સન ૧૯૮૦ માં થયેલ છે. જેને આધારે દુરસ્તીઅ કરવામાં આવી છે.

ધરમપુર તાલુકાના ધારાસભ્ય? અરવિંદભાઇ પટેલ દ્વારા ધરમપુર નગરમાં રખડતા ઢોરોને કારણે અકસ્માનત થવાની સંભાવના રહેલી છે તે અંગે ચીફ ઓફિસર ધરમપુર દ્વારા રખડતા ઢોરોને પકડવાનું આયોજન કરવામાં આવ્યુંર છે. ધરમપુર તાલુકામાં થયેલા મનરેગાના કામોમાં શ્રમિકોને નાણાંની ચૂકવણી બાકી છે

તે બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શ્રમિકોને તા. ૧૫/૦૬/૨૦૨૧ સુધીના નાણાં ચૂકવવામાં આવ્યાઆ છે. બાકીના ચૂકવવાપાત્ર નાણાં શ્રમિકોને રાજય સરકાર તરફથી ગ્રાન્ટમ મળ્યેી કાર્યવાહી કરવામાં આવશે. વાંકલ- ફલધરા રસ્તાન પર આવતી વણઝાર નદી પર બંધાતા નવા પુલનું કામ અધૂ?રૂ હોય લોકોને મુશ્કેવલી પડે છે

જે બાબતે પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઇજનેર તરફથી આ કામ ડીસેમ્બયર-૨૦૨૧ સુધીમાં પૂર્ણ થશે એમ જણાવેલ છે. જયારે ધરમપુર તાલુકા વિસ્તાડરમાં આવેલ નેશનલ હાઇવેના વાપી થી ખાનપુર સુધીના રસ્તા્‌ઓમાં ઘણી જગ્યા એ ખાડા પડી ગયેલા હોઇ, વાહનચાલકોને તકલીફ પડે છે અને અકસ્મા તનો ભય પણ રહેલો છે એ બાબતે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ રસ્તાા પર પડેલ ખાડામાં પેચવર્ક કરી મરામત કરવામાં આવી રહી છે અને ચોમાસા બાદ આ રસ્તાર પર ડામરીંગ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.

વલસાડના ધારાસભ્યર ભરતભાઇ પટેલે વલસાડ શહેરના તરિયાવાડ નજીક પિચીંગમાં ડ્રેનેજનું દુર્ગધ મારતું પાણી છોડવામાં આવતા ત્યાી રહેતાં રહીશોને તકલીફ સહન કરવી પડે છે એ બાબતે ચીફ ઓફિસર વલસાડ દ્વારા તા. ૧૭/૦૮/૨૦૨૧ ના રોજ સ્થજળ મુલાકાત લઇને પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લા પંચાયતના સામાજિક ન્યા૨ય સમિતિના અધ્યથક્ષ ધવલભાઇ પટેલે નાની સરોણ ગામે ને. હા. નં.- ૪૮ પર ઓવરબ્રીજ બનાવવા માટે ગ્રામસભામાં ઠરાવ થયેલ છે અને તે મુજબ જમીનનું સંપાદન પણ કરવામાં આવ્યું છે તેમ છતાં ઓવરબ્રીજ બનાવવાનું કામ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યુંં નથી

જે બાબતે પ્રાંત અધિકારી વલસાડ દ્વારા જણાવવામાં આવ્યુંમ હતું કે, આ જમીનનો એવોર્ડ તા. ૦૪/૦૮/૨૦૨૧ થી કરવામાં આવ્યોવ છે. અને આગળની કાર્યવાહી માટે નેશનલ હાઇવે ઓથોરીટી સુરત તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.