Western Times News

Gujarati News

ટેસ્ટી ખાવાનું ન બનતા તાલીબાનીઓએ મહિલાને આગ લગાવી દીધી

તાલીબાનીઓએ યુવતીઓને બોક્સમાં ભરીને વિદેશ મોકલી-તાલિબાનને સત્તામાં છ દિવસ થયા છે અને મહિલાઓની સાથે આવા પ્રકારનો અત્યાચાર શરૂ કરી દેવામાં આવ્યા

કાબુલ, તાલિબાનની અફઘાનિસ્તાનમાં વાપસી બાદ ફરી એક વાર ક્રૂર અપરાધ કરવાનું શરૂ કરી દીધુ છે. અહીં મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવી રહી છે. Taliban Jihadis ‘set woman on fire for bad cooking’ as well as forcing young girls as young as 12 years old to get married (rape) to jihadis and using them as sex slaves, claims female Afghan former judge.

તાલિબાની લડવૈયાઓ સાથે તેમના બળજબરી પૂર્વક લગ્ન કરાવામાં આવી રહ્યા છે. તેમને જીવતી બોક્સમાં ભરીને અન્ય દેશોમાં સપ્લાઈ કરવામાં આવી રહી છે.

હજૂ તાલિબાનને સત્તામાં છ દિવસ જ થયા છે અને મહિલાઓની સાથે આવા પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે. આ તમામ દાવા અફઘાનના જજ નઝલા અયૂબીએ કર્યો છે. જે હાલ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. નઝલાના જણાવ્યા અનુસાર ગુરૂવારે દેશના ઉત્તરી ભાગમાં તાલીબાન લડવૈયાઓએ એક મહિલાને આગના હવાલે કરી દીધી હતી.

કારણ કે તેના હાથનું બનાવેલુ ખાવાનું પસંદ નહોતું આવ્યું. આ ખાવાનું પણ મહિલા સાથે બળજબરી કરીને બનાવડાવ્યુ હતું. નઝલાએ બ્રિટિશ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, છોકરીઓ અને મહિલાઓને જીવતી બોક્સમાં ભરીને વિદેશમાં મોકલવામાં આવી રહી છે.

નાની કુંવારી છોકરીઓને બળજબરી કરીને તેમને સાથે તાલિબાનને પરણાવી રહ્યા છે. આ અગાઉ પણ એવો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તાલિબાની લોકો મહિલાને માર મારતા દેખાયા હતા, બાદમાં તેના પર ગોળીઓ પણ વરસાવી હતી. આ પહેલા મંગળવારે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કેમેરા સામે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

તેણે કહ્યું કે મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તાલિબાન કોઈની સાથે દુશ્મની નથી ઈચ્છતો અને કોઈ પર હુમલો કરવામાં આવશે નહીં. તાલિબાનોના શબ્દો સાંભળીને વિશ્વ ચોંકી ગયું હતું. જેમણે રક્તપાતની વાત કરી હતી, અચાનક શાંતિ બનાવી.

અને તેને જે શંકા હતી, તે પછી થયું. લગભગ ૪૮ કલાક પછી, યુએન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે તાલિબાન ઘરના ઘેર જઈને એવા લોકોની શોધ કરી રહ્યા છે, જેમણે પશ્ચિમી દેશોને તેમની હત્યામાં મદદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.