Western Times News

Gujarati News

વિદ્યાર્થીનીઓએ વૃક્ષને રાખડી બાધવાની પરંપરા આ જગ્યાએ છે

પ્રતિકાત્મક

વાપી ખાતે આવેલી એક સ્કૂલ દ્વારા અલગ રીતે રક્ષા બંધનો તહેવાર છેલ્લા આઠ વર્ષથી ઉજવામાં આવે છે

વલસાડ, વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી એક સ્કૂલ ખાતે અનોખી રીતે રક્ષા બંધના તહેવારની ઉજવણી કરવામાં આવી સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્રારા વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. વૃક્ષોને માવજત કરવાની શપથ લેવામાં આવી હતી. The tradition of the girl students tying rakhis to the tree in Vapi Gujarat

ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષા બંધન રક્ષા બંધનમાં બહેનો ભાઈને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરતા હોય છે, પરંતુ વાપી ખાતે આવેલી એક સ્કૂલ દ્રારા અલગ રીતે રક્ષા બંધનો તહેવાર છેલ્લા આઠ વર્ષથી ઉજવામાં આવે છે. વાપીની આ સ્કૂલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષને રાખડી બાંધી રક્ષા બંધનનો આ તહેવાર ઉજવવામાં આવે છે.

સ્કૂલમાં ભણતી તમામ વિદ્યાર્થીનીઓ તથા ટીચરો દ્વારા સ્કૂલના આજુબાજુમાં આવેલા વૃક્ષોને રાખડી બાંધવામાં છે. આ અનોખી રીતે તહેવાર ઉજવવાનો મુખ્ય હેતુ સ્કૂલમાં આવતા તમામ બાળકોને વૃક્ષનું મહત્વ સમજાયએ માટે સ્કૂલ દ્વારા આ અનોખી રીતે તહેવાર ઉજવણી કરવામાં આવે છે સાથે બાળકો પણ ઉત્સાહથી આ તહેવારમાં ભાગ લઈ તમામ વૃક્ષને રાખડી બાંધી વૃક્ષની જાળવણી કરે છે.

વિદ્યાર્થીઓનો એક જ ઉદ્દેશ છે કે, વધુથી વધુ વૃક્ષોનો ઉછેર થાય એક તરફ ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર વિશ્વ પર જાેવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વૃક્ષોનું નિકંદન પણ થઈ રહ્યું છે. જેને લઈ કુદરતી ઓક્સીજનની અછત વર્તાઇ છે. પશુ પક્ષીઓની અનેક પ્રજાતિઓ પણ હવે ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે.

જેને જાેતા છેલ્લા ૮ વર્ષથી આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. જ્યાં ૮ વર્ષ પહેલાં વાવેલા વૃક્ષો હવે મોટા થઈ જતા જેને વિદ્યાર્થીઓ રાખડી બાંધે છે. વાપીની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર દેશ અને વિશ્વને એક સંદેશો આપ્યો છે. રક્ષાબંધનના તેહવાર પર એક ભાઈ રાખડી બાંધીને બહેનની રક્ષા કરવાની નેમ લે છે તેમ આ વિદ્યાર્થીઓ વૃક્ષોને રાખડી બાંધીને નેમ લઈ એને જતન કરવાની શપથ લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.