Western Times News

Gujarati News

સપ્ટેમ્બરમાં રોજના ૩-૫ લાખ કોરોનાના કેસ આવી શકે છે

નવી દિલ્હી, ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એકવાર ફરી જાેવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી જારી કરી છે. આયોગે આશંકા વર્તાઈ છે કે સપ્ટેમ્બરમાં ૪થી ૫ લાખ કોરોના કેસ દરરોજ આવી શકે છે. દરેક ૧૦૦ કોરોના કેસમાંથી ૨૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. એવામાં પહેલાથી જ બે લાખ આઈસીયુ બેડ્‌સ તૈયાર રાખવાની જરૂર છે.

નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં કોવિડ બેડ અલગ રાખવાની ભલામણ કરી છે. આયોગનુ કહેવુ છે કે ખરાબ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવવા માટે પહેલેથી તૈયાર રહેવુ પડશે. સપ્ટેમ્બર સુધી બે લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા જાેઈએ. આ સિવાય ૧.૨ લાખ વેન્ટિલેટર વાળા આઈસીયુ બેડ, ૭ લાખ ઓક્સિજન વાળા બેડ અને ૧૦ લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ હોવા જાેઈએ. નીતિ આયોગે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૦માં પણ કોરોનાની બીજી લહેરનુ અનુમાન લગાવ્યુ હતુ. નીતિ આયોગે ૧૦૦ સંક્રમિતોમાંથી ગંભીર કોવિડ લક્ષણ વાળા લગભગ ૨૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી પરંતુ આ વખતે અનુમાન ગઈ વખતથી વધારે છે.

ભારતમાં સતત ૫૬ દિવસથી ૫૦,૦૦૦ થી ઓછા દૈનિક કેસ સામે આવી રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર કોરોનાના કુલ ૩૦,૯૪૮ નવા કેસ સામે આવ્યા અને ૪૦૩ મોત નીપજ્યા. કોવિડના કારણે મૃતકોની કુલ સંખ્યા ૪ લાખ ૩૪ હજાર ૩૬૭ થઈ ગઈ છે. ભારતમાં કોવિડ સંક્રમણથી સાજા થવાનો દર વધીને ૯૭.૫૭ ટકા થઈ ગયો છે. જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સક્રિય કેસ કુલ કેસના ૧.૦૯ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઓછા છે. ભારતમાં અત્યાર સુધી સાજા થનારની કુલ સંખ્યા ૩,૧૬,૩૬,૪૬૯ થઈ ગઈ છે. છેલ્લા ૫૮ દિવસથી સાપ્તાહિક સકારાત્મકતા દર ૩ ટકાથી નીચે થઈ ગયો છે અને વર્તમાનમાં ૨.૦ ટકા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.