Western Times News

Gujarati News

યુએસ સૈનિકો પરત ન બોલાવે તો ગંભીર પરિણામ આવશે

કાબુલ, તાલિબાને સીધા સીધા અમેરિકાએ ધમકી આપી દીધી છે. તાલિબાને કહ્યુ કે જાે બાઈડન સરકારે અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને ના બોલાવ્યા તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન ૩૧ ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કહી ચૂક્યા છે. બાઈડને પોતાની વાત પરથી પીછેહઠ કરવાનો કોઈ અર્થ નથી. તાલિબાને સ્પષ્ટ કહ્યુ કે ૩૧ ઓગસ્ટ કરતા એક દિવસ પણ વધારાનો સમય મળશે નહીં. જાે ૩૧ ઓગસ્ટ કરતા એક દિવસ પણ વધારાનો અમેરિકા અને બ્રિટન માગે છે તો તેનો જવાબ ના જ હશે અને સાથે જ ગંભીર પરિણામ પણ ભોગવવા પડશે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી કાબુલ એરપોર્ટ પર નિરાશાનો નજારો જાેવા મળી રહ્યો છે. લોકો તાલિબાનથી બચવા માટે બધુ જ છોડીને પોતાના જીવને જાેખમમાં નાખવા માટે તૈયાર છે. જ્યારે આ મુદ્દે

તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનને પૂછવામાં આવ્યુ તો તેમણે આ વાતને ફગાવી દીધી. તેમણે કહ્યુ, હુ તમને વિશ્વાસ અપાવુ છુ કે આ ચિંતિત અથવા ડરવા વિશેનુ નથી. તે પશ્ચિમી દેશમાં રહેવા ઈચ્છે છે. કેમ કે અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને અફઘાનિસ્તાનના ૭૦ ટકા લોકો ગરીબી રેખા નીચે રહે છે. તેથી દરેક પશ્ચિમી દેશમાં એક સમૃદ્ધ જીવન માટે વસવા ઈચ્છે છે. આ ડર વિશે નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.