Western Times News

Gujarati News

સેવાલીયા કોર્ટના સરકારી વકીલની અનિયમિતતા અને અસભ્ય વર્તનથી વકીલ મંડળમાં રોષ

(તસ્વીર ઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના નવરચિત ગળતેશ્વર સેવાલીયા કોર્ટ ના વકીલ મંડળ દ્વારા આજરોજ ગળતેશ્વર મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે સેવાલીયા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા તબસ્સુમ એ.મલૈક (એ.પી.પી)નાઓ પોતા ની ફરજમા સતત અનિયમીત રહેતા હોય,

તથા તોછડું-દાદાગીરી ભર્યું અસભ્ય વર્તન કરી ભયનો માહોલ ઉભો કરેલ હોય તથા પોતે સ્ત્રી અને દિવ્યાંગ હોય તેનો ગેરલાભ ઉઠાવી ગળતેશ્વર કોટના જ્યુડિશિયલ ઓફીસર તથા વડીલ મંડળના વકીલોને બાનમાં લેવા ખોટા આક્ષેપો કરતી અરજીઓ કરતા હોય

તેઓની સામે કાયદેસર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિગેરે બાબતે ફરીયાદ સાથે આવેદનપત્રના વિષય સાથે વકીલ મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને વધુમાં જણાવાયું કે અમો અરજદારો ગળતેશ્વર-સેવાલીયા વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્ય છીએ.

અમારા મંડળના વકીલ એક વકીલ તથા કોર્ટ ઓફીસર તરીકે વિનમ્રતા પૂર્વક પોતાની ફરજાે અદા કરી પુરતું ડેકોરમ જાળવી કોર્ટ કાર્યવાહીમાં પુરતો સાથ સહકાર આપતા આવેલા છે અને આપે છે. ગળતેશ્વર કોર્ટમાં ફરજ બજાવતા એ.પી.પી. તબસ્સુમ એ.મલેક જયાર થી ગળતેશ્વર કોર્ટમાં એપોઈન્ટ થઈ આવેલા છે,

અને તેઓનું વતન બોરસદ હોય તેઓ નિયમીત રીતે અપ ડાઉન કરે છે, અને તેઓ પોતાની ફરજ ઉપર કયારેય નિયમીત રીતે કોર્ટમાં હાજર રહેતા નથી, ૧૧ઃ૩૦ કે ૧૨ઃ૦૦ વાગ્યા પછી આવે છે અને ૨ઃ૦૦ વાગ્યાની રિશષ માં પાછા જતા રહે છે, આમ પોતાને મન લાવે ત્યારે ફરજ ઉપર આવે છે,  અને મનફાવે ત્યારે પાછા જતા રહે છે, અને અઠવાડીયામાં ત્રણ વાર દિવસ જ કોર્ટમાં હાજરી આપે છે,

અને બાકીના દીવસોમાં પોતા ની ફરજ ઉપર કોર્ટમાં હાજર રહેતા જ નથી તે કારણે તાકીદના કેસો તથા જામીન અરજી ઓ માટે નામ.કોર્ટ તથા પક્ષકારો તથા પ્રેકટીસકર્તા વકીલોને પારાવાર મુશ્કેલીઓ પડે છે.વધુમાં આ સરકારી વકીલ કોર્ટના તમામ સ્ટાફ, કોર્ટ ના ન્યાયાધીશ તથા વકીલ મિત્રો ઉપર પોતાનું એ.પી.પી. તરીકે રોફ અને રૂવાબ દેખાડે છે,

કોર્ટ કેમ્પસમાં ઉધ્ધતાઈ પુર્વક તુમાખીથી અને દાદાગીરી પૂર્વક ગેરવ્યાજબી વર્તન કરે છે, અને ઝઘડાળું સ્વભાવના હોય કોર્ટ પ્રોસીજર વખતે તથા કેશો ચલાવતા દરમીયાન તેણી ભયનો વાતાવરણ ઉભો કરી નાખે છે. જેના કારણે પક્ષકારો તથા વકીલોને સહન કરવાનો વારો આવે છે.

તેઓ પોતે જાહેર સેવક હોવા છતાં અને તેમની કચેરી જાહેરસેવાની કચેરી હોવાછતાં તેમણે પોતાની ઓફીસની બહાર પરવાનગી વગર આવવું નહી” તેવું ગુજ.સરકારના પરિપત્ર વિરૂધ્ધ નો બોર્ડ લગાવી ઉલંધન કરેલ છે. અને તેઓને કામ અર્થે મળવું હોય તો પહેલાથી એપોઈમેન્ટ લઈ મળવા આવવાનો ખોટો આગ્રહ રાખે છે.

વધુમાં આ સરકારી વકીલ પોતે સ્ત્રી અને દિવ્યાંગ હોય તેનો ગેરલાભ ઉઠાવી ગળતેશ્વર કોર્ટના જયુડીસ્ય લ ઓફીસર તથા વકીલ મંડના વકીલોને યેન કેન રીતે પોતાના બાનમાં લેવા ખોટા આક્ષેપો કરતી અરજીઓ કરે છે, તે કારણે પણ અમારા વકીલ મંડળના જુનીયર સિનિયર વકીલો ની પ્રતિષ્ઠા અને આબરૂ દાવ ઉપર લાગેલ છે,

અને ભવિષ્યમાં આ સરકારી વકીલ ખોટા આક્ષેપો કરી ખોટી ફરીયાદ અરજીઓ કરી નિર્દોષ વકીલોને ફસાવી દે તેવી ચોકકસ ભીંતી રહેલ હોય ઉપરોકત વિગેરે કારણોસર ગળતેશ્વર વકીલ મંડળ ધ્વારા તા.૧૯- ૮-૨૦૨૧ ના રોજ તાકીદની મિટીંગ યોજી સરકારી વકીલ વિરૂધ્ધ ઠરાવ પણ કરવામાં આવેલ છે.

આમ ઉપરોકત જણાવેલા કારણોસર ગરળતેશ્વર કોર્ટના સરકારી વકીલ તબસ્સુમ.એ.મલેક ની સામે કાયદેસર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગણી હોય આવેદન આપવું પડેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.