Western Times News

Gujarati News

મદદ કરનારા અફઘાનીઓનેે યુએસ શરણ આપવા તૈયાર

U.S. President Joe Biden delivers remarks on the April jobs report from the East Room of the White House in Washington, U.S., May 7, 2021. REUTERS/Jonathan Ernst

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનીઓ દહેશતમાં જીવવા માટે મજબૂર છે ત્યાં બીજી બાજુ આ સમગ્ર મામલે અમેરિકાની રણનીતિ પણ સવાલના ઘેરામાં છે. હવે આ તમામ વિવાદો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને એક ટ્‌વીટ કરીને જણાવ્યું કે યુદ્ધ દરમિયાન જે અફઘાનીઓએ તેમના દેશની મદદ કરી હતી તેમને અમેરિકામાં શરણ આપવામાં આવી શકે છે. તેમણે લખ્યું છે કે એકવાર સ્ક્રિનિંગ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થઈ જાય, ત્યારબાદ જેમણે યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી તે અફઘાનીઓનું અમારા દેશમાં સ્વાગત કરીશું. કારણ કે અમે આવા જ છીએ. અમેરિકાની આ જ ઓળખ છે.

જાે બાઈડેનની આ ટ્‌વીટ એટલા માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે હાલ અમેરિકાની અફઘાન નીતિ સમગ્ર દુનિયામાં વિવાદાસ્પદ ગણાઈ રહી છે. જે પ્રકારે અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનું ફરમાન આવ્યું અને પછી તાલિબાને કબજાે જમાવ્યો, આવામાં અમેરિકા પર જબરદસ્ત દબાણ હતું. હવે આ તણાવ વચ્ચે બાઈડેને મોટી પહેલ કરી છે. તેઓ અફઘાનીઓને શરણ આપવા તૈયાર છે. ટ્‌વીટમાં ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું છે કે જે અફઘાનીઓએ યુદ્ધ દરમિયાન અમેરિકાની મદદ કરી હતી તેમને નવા ઘર (અમેરિકા)માં બોલાવવામાં આવશે. જાે કે આ જાહેરાત પર રાષ્ટ્રપતિ તરફથી કઈ પણ વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું નથી. હાલ આ જાહેરાતના ‘કિન્તુ પરંતુ’ વિશે કોઈ પણ જાણકારી નથી. જાે કે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લેતા આ જાહેરાત અફઘાનીઓ માટે કઈક રાહતવાળી રહેશે.

હજુ જાેકે આ જાહેરાતની વિસ્તૃત જાણકારી માટે રાહ જાેવી પડશે. આ અગાઉ રવિવારે પણ જાે બાઈડેને અફઘાનિસ્તાન પર એક મોટી બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે દેશની સ્થિતિ પર તો ચિંતા વ્યક્ત કરી જ હતી, સાથે સાથે એ પણ કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાન આતંકીઓનો નવો ગઢ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસના આતંકીઓ અમેરિકી સૈનિક અને સામાન્ય અફઘાન નાગરિકોને નિશાન બનાવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.