Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.માં ખાલી તિજોરીએ વિકાસની વાતો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ગુજરાતીમાં કહેવત છે કે “વાતો ના વડા કરવાથી પેટ ભરાય નહિ” કાંઈક આવી જ સ્થિતિ મંગળવારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં જાેવા મળી હતી. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોએ મંગળવારે “બજેટ સમીક્ષા બેઠક”નું આયોજન કર્યું હતું. લગભગ અઢી કલાકની મીટીંગ દરમ્યાન કરોડો અને અબજાે રૂપિયાના વિકાસની વાતો થઈ હતી પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેથી મ્યુનિ. શાસકો “ખાલી તિજાેરીએ વિકાસની વાતો કરી” છુટા પડયા હતા. કોરોના કાળમાં પૂર્ણ થયા ન હોય તેવા કામોના ખર્ચની ગણત્રી ર૦ર૧-રર માં દર્શાવી સર્વ મિત્રો રાજી થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ. કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ર૦ર૦-ર૧માં રૂા.રર૬૬ કરોડના કેપીટલ કામ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કોરોનાના કારણે કામ થઈ શકયા નહતા. ર૦ર૧-રર માં કમિશ્નર ડ્રાફટ બજેટમાં રૂા.૩પ૬ર કરોડની માતબર રકમ કેપીટલ કામો માટે ખર્ચ કરવાની જાહેરાત થઈ છે.

મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્રએ “બજેટ સમીક્ષા” બેઠક બાદ ૧પ ઓગસ્ટ ર૦ર૧ સુધી રૂા.૧૦૭૪ કરોડનો ખર્ચ કેપીટલ કામ માટે કરવામાં આવ્યો હોવાના દાવા કર્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે રૂા.૧૦૭પ કરોડની રકમ ર૦ર૦-ર૧ના કેપીટલ કામના બીલો પેટે ચુકવવામાં આવી છે. જયારે ર૦ર૧-રર ના રૂા.૩પ૬ર કરોડના કામો સામે રૂા.ર૦પર કરોડના કામ બુકીંગ થયા છે. આ કામો ક્યારે પુર્ણ થશે તેનો આધાર નાણાકીય પરિસ્થિતિ પર નિર્ભર છે.

સામાન્ય રીતે બજેટમાં જે કેપીટલ કામના આંકડા રજુ થાય છે તેનો રેશીયો ૬પઃ૩પ નો હોય છે મતલબ કે ૩પ ટકા રકમ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષના કામો માટે ખર્ચ થતી હોય છે. મ્યુનિ. શાસકોએ ર૦ર૦-ર૧માં રૂા.૩૯૯૪.પ૭ કરોડનો રેવન્યુ ખર્ચ થયો હોવાના બણગાં ફુક્યા છે. “રેવન્યુ ખર્ચ એ વિકાસ નથી” તે બાબત સતાધીશો ભલી ભ્રાંતિ સમજે છે તેમ છતાં મોટા આંકડા દર્શાવી ખોટા વિકાસના દાવા થતા હોવાના આક્ષેપ થઈ રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી તળિયા ઝાટક છે. મ્યુનિ. તંત્ર પાસે રૂા.૪૦૦ કરોડની ફીકસ્ડ ડીપોઝીટ હતી તે પણ માર્ચ- ર૦ર૦માં વપરાઈ ગઈ છે. હાલ કર્મચારીઓના પગાર પણ ઓકટ્રોટ ગ્રાન્ટ પર નિર્ભર છે તેમજ કોન્ટ્રાકટરોને રૂા.રપ૦ કરોડના પેમેન્ટ કરવાના બાકી છે જે તંત્ર પાસે કોન્ટ્રાકટરોના બીલ ચુકવવાના નાણા નથી તે તંત્રના સતાધીશો અને અધિકારીઓ રૂા.રપ૦૦ કરોડ જેવી માતબર રકમ વિકાસ માટે ખર્ચ કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા છે.

નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ૧ એપ્રિલથી ૧પ ઓગસ્ટ સુધી ટેક્ષ, ઓકટ્રોય ગ્રાન્ટ, નોન ટેક્ષ રેવન્યુ તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના સહીતની તમામ ગણત્રી કરતા મ્યુનિ. તિજાેરીમાં રૂા.ર૦૦૦ કરોડ જમા થયા છે જેની સામે લગભગ તેટલી જ રકમ રૂા.૧૯૦૦ કરોડ કરતા વધુ રકમ પગાર, લાઈટબીલ, કોરોના ખર્ચ, એએમટીએસ લોન, રીવરફ્રન્ટ મેટ અને જનમાર્ગને લન કે ગ્રાન્ટ, વી.એસ. ગ્રાન્ટ વગેરે પાછળ ખર્ચ થઈ ચુકી છે.

ઝોન કેપીટલ વર્કસ માટે સાત ઝોનને રૂા.પ૦૦ કરોડ ફાળવ્યા હતા જેની સામે રૂા.૩૦૦ કરોડ સીધા તમામ ઝોનને આપવામાં આવ્યા છે જેની સામે રૂા.ર૧૦ કરોડના કામ બુક થયા છે. જયારે ર૦ર૦-ર૧ ના પુર્ણ થયેલા કામો સામે રૂા.૯ર કરોડ ચુકવવામાં આવ્યા છે.

જયારે શાસકો તરફથી વિકાસના કામોના જે દાવા થઈ રહયા છે તેની સામે રોડ કામો માટે કોર્પોરેશન ફંડમાંથી રૂા.રપ કરોડ અને સ્વર્ણિમમાંથી રૂા.૭૪ કરોડ, ડ્રેનેજ કામો માટે કોર્પોરેશન ફંડમાંથી રૂા.૪૦ કરોડ અને સ્વર્ણિમમાંથી રૂા.૪પ કરોડ પાણીના કામો માટે કોર્પોરેશન ફંડમાંથી રૂા.૩૮ કરોડ અને સ્વર્ણિમમાંથી રૂા.ર૭ કરોડ તેમજ બ્રીજ પ્રોજેકટ માટે કોર્પોરેશન ફંડમાંથી રૂા.ર૦ કરોડ અને સ્વર્ણિમમાંથી રૂા.૩૮ કરોડ ખર્ચ થયા છે.

આમ, સ્વર્ણિમની રકમમાંથી લાઈટ, પાણી, ગટર અને બ્રીજ માટે રૂા.૧૮૪ કરોડ વપરાયા છે, જે રકમ પુર્ણ થયેલ નાણાકીય વર્ષની છે. સ્વર્ણિમ અંતર્ગત મનપાને રૂા.૬૧પ કરોડ મળવાની અપેક્ષા છે જેની સામે રૂા.૩૦૦ કરોડ મળ્યા છે તે પૈકી રૂા.ર૭૬ કરોડ ર૦ર૦-ર૧ના પુર્ણ થયેલા કામ માટે ખર્ચ થયા છે. જયારે રૂા.૬૧૪ કરોડના કામ બુક કરવામાં આવ્યા છે જેના માટે વધુ બે વર્ષ પ્રતિક્ષા કરવાની રહેશે તથા ર૦રર-ર૩માં સરકાર તરફથી ગ્રાન્ટ મળશે તો રૂા.૬૧૪ કરોડના બીલની ચુકવણી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.