Western Times News

Gujarati News

હાઉડી ઇવેન્ટ : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે, વિશ્વભરની નજર

Files Photo

નવી દિલ્હી : અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ૨૨મી સપ્ટેમ્બરના દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી મોદી રેલીને સંબોધન કરશે ત્યારે તેમની સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રહેનાર છે. આ કાર્યક્રમને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટેની તમામ તૈયારી ચાલી રહી છે. મોદી વિશ્વના સૌથી મોટા મંચ પરથી સંબોધન કરીને પોતાની તાકાતનો પરિચય આપશે. ભારતીય સમુદાયના લોકોમાં આને લઇને ભારે ઉત્સુકતા છે. અમેરિકાના શહેરમાં યોજાનારી આ બેઠકને લઇને ભારતીય લોકો પણ ઉત્સુક બનેલા છે.

મોદીની સાથે સાથે આ કાર્યક્રમને ટ્રમ્પ પણ સંબોધન કરનાર છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ અંગેના હેવાલને હવે સમર્થન આપી દીધુ છે. આ કાર્યક્રમ ઐતિહાસિક રહેનાર છે. કારણ કે ઇતિહાસમાં પ્રથમ વખત આવુ બની રહ્યુ છે કે ભારતીય સમુદાયના ૫૦ હજાર કરતા વધારે લોકોને દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશના નેતાઓ સંબોધન કરનાર છે.

બીજી બાજુ મોદી અને ટ્રમ્પની જુગલબંધી પડોશી દેશ પાકિસ્તાન માટે મોટા ફટકા સમાન રહેનાર છે. જે કાશ્મીરને લઇને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ હમેંશા મધ્યસ્થીની વાત કરે છે. ઇવેન્ટ માટે ૫૦ હજાર કરતા વધારે લોકો રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે

આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચેના સંબોધને નવી ઉંચાઇ પર લઇ જશે. હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે યોજાનાર આ મેગા ઇવેન્ટમાં ૫૦ હજાર કરતા વધારે ઇન્ડો-અમેરિકી લોકો પહોંચે તેવી શક્યતા છે. આટલી મોટી સંખ્યામાં નોંધણી તો પહેલાથી જ થઇ ચુકી છે. આના સંબંધમાં વ્હાઇટ હાઉસના મિડિયા સચિવ સ્ટેપિની દ્વારા નિવેદન કરીને કહેવામાં આવ્યુ છે કે મોદી અને ટ્ર્‌મ્પની આ સંયુક્ત રેલી થનાર છે. તેમણે કહ્યુ છે કે આ રેલી બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જશે. વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પીએમ ઓપિસ તરફથખી તેના માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

મોદીએ આજે સવારે ટ્‌વીટ કરીને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ આ કાર્યક્રમમાં સામેલ થનાર છે તેવા સમાચાર સાંભળીને ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યુ છે કે અમેરિકાના પ્રમુખનો આ નિર્ણય બંને દેશો વચ્ચે કાસ મિત્રતાના પ્રતિક સમાન છે. ટ્‌વીટ કરતા મોદીએ કહ્યુ છે કે હ્યોસ્ટનમાં તેમની સાથે ટ્રમ્પની હાજરી અમેરિકી સમાજ અને અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયના લોકોના યોગદાનને માન્યતા આપે છે. તેમણે કહ્યુ છે કે ૨૨મી સપ્ટેમ્બરના દિવસે આયોજિત આકોમ્યુનિટી પ્રોગ્રામમાં ટ્રમ્પ પણ રહેનાર છે.

આના કારણે તેઓ ખુબ ખુશ છે. તેમણે કહ્યુ હતુ કે ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવાને લઇને તેઓ ખુશ છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ હ્યોસ્ટન ઇવેન્ટ કાર્યક્રમ ભારતીય અને અમેરિકી સમુદાયના લોકોને સંબોધન કરવા સાથે સંબંધિત આ ત્રીજા કાર્યક્રમ તરીકે છે. મે મહિનામાં બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલા મોદીએ તમામ દેશો સાથે તેમના સંબોધનને વધારે મજબુત કરવાની દિશામાં પહેલ કરી છથે. તમામ લોકો જાણે છે કે વર્ષ ૨૦૧૪માં મોદીએ ન્યુયોર્કમાં મેડિસન સ્કેવોયરમાં બે કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૬માં સિલિકોન વેલીમાં કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ.

બંને ઇવેન્ટમાં ૨૦ હજાર કરતા પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આવુ પ્રથમ વખત બની રહ્યુ છે જ્યારે યુએસમાં કોઇ પ્રમુખ એક સાથે હજારો ઇન્ડો-અમેરિકી નાગરિકોને સંબોધન કરનાર છે. યુએસમાં ભારતીય રાજદુત હર્ષવર્ધને આ ઇવેન્ટને ઐતિહાસિક ગણાવીને કહ્યુ છે કે આ અભૂતપૂર્વ કાર્યક્રમ તરીકે છે. હાઉડી શબ્દ અંગ્રેજીના હાઉડી યુ ડુના શોર્ટ ફોર્મ તરીકે છે. સાઉથ વેસ્ટ યુએસમાં આ શબ્દ ખુબ લોકપ્રિય છે. ટ્‌મ્પ અને મોદી વચ્ચે કેમિસ્ટ્રી ખુબ કમાલની રહેલી છે. અધિકારી કહે છે કે નિમંત્રણ મળ્યા બાદ ટ્રમ્પે તરત સ્વીકાર કરીને કાર્યક્રમમાં હાજરી આપવા માટે તૈયારી દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.