Western Times News

Gujarati News

આયોજનના અભાવ વચ્ચે ટ્રાફિક નિયમના અમલથી નાગરિકોમાં રોષ

 

હેલ્મેટના ખુલ્લેઆમ કાળાબજાર  : બેકારી અને મોંઘવારીના કપરા સમયમાં નાગરિકો પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા રઝળપાટ કરી રહયા છે

તસવીરઃ જયેશ મોદી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત રાજયભરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ કોઈપણ જાતના આયોજન વગર ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ કરવામાં આવતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના વાહન ચાલકો વર્તમાન બેકારી અને મંદીના સમયમાં નોકરીમાંથી રજા પાડી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા જાવા મળી રહયા છે જેના પરિણામે હવે લોકોમાં રોષ જાવા મળી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જાકે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારે સુચવેલી દંડની રકમમાં કાપ મુકી આ નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે પરંતુ આ નિયમોનો અમલ કરવામાં ઉતાવળ કરવામાં આવી હોવાનું નાગરિકો માની રહયા છે.

અમદાવાદ શહેરમાં ઠેરઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને આ અંગે ભારે ઉહાપોહ મચેલો છે ત્યારે કોર્પોરેશન તંત્ર રસ્તા પર થીંગડા મારવામાં વ્યસ્ત જાવા મળી રહયું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા નાના વહેપારીઓના ઓટલાઓ તોડી રસ્તા પહોળા કરાયા હોવાનો દાવો કરી રહયા છે પરંતુ મોટા શોપીંગ સેન્ટરમાં પા‹કગની જગ્યા ખુલ્લી કરવામાં આવતી નથી.

જેના પરિણામે વાહન ચાલકો જાહેર રોડ પર જ વાહનો પાર્ક કરવા માટે મજબુર બની રહયા છે અને તેઓની પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહયો છે માલેતુજારો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બિચારા નાના અને મધ્યમવર્ગના વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહયો છે.

ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થતાં જ ઠેરઠેર હેલ્મેટની દુકાનો પણ શરૂ થઈ ગઈ છે અને આ લોકો દ્વિચક્રીય વાહન ચાલકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવી જે હેલ્મેટ ૩૦૦ રૂ.માં મળી રહયું હતું તે હેલ્મેટના રૂ.૧ર૦૦ થી ૧પ૦૦ વસુલ કરી રહયા છે આવા વહેપારીઓ પર સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહયા છે.

આ ઉપરાંત પીયુસી સર્ટિફિકેટ માટે રાજય સરકારે છુટછાટ આપી છે પરંતુ આ સર્ટિફિકેટ મેળવવા માટે હાલમાં અમદાવાદ શહેરમાં ઠેરઠેર વાહન ચાલકોની લાંબી કતારો જાવા મળી રહી છે. વર્તમાન મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિમાં મધ્યમવર્ગનો વાહનચાલક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને નોકરીમાંથી રજા પાડી પીયુસીનું સર્ટિફિકેટ મેળવવા માટે લાઈનમાં ઉભેલો જાવા મળી રહયો છે આવા નાગરિકો સરકાર સામે રોષ વ્યક્ત કરી રહયા છે રાજયભરમાંથી વિરોધ વ્યકત થઈ રહયો છે પરંતુ સરકાર હજુ સુધી આ અંગેનુ માળખુ ઉભી કરી શકી નથી તેવો આક્ષેપ કરવામાં આવી રહયો છે.

અમદાવાદ શહેરમાં હેલ્મેટના કાળાબજાર તથા પીયુસી સર્ટિફીકેટ માટે વાહનચાલકો અહી તહી ભટકતા જાવા મળી રહયા છે પા‹કગની જગ્યાના અભાવે વાહન ચાલકો દંડાઈ રહયા છે ત્યારે રાજય સરકારે આ અંગે ચોક્કસ પગલાં ભરવા જાઈએ તેવી લાગણી ઉઠવા પામી છે. અમદાવાદ શહેરમાં ઠેરઠેર ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે પરંતુ દ્વિચક્રીય વાહન ચાલકો સામે થઈ રહેલી કાર્યવાહીથી હવે રોષ જાવા મળી રહયો છે.

આજે સવારથી જ અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા આ નિયમોના વિરોધમાં કાર્યક્રમો યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના હાટકેશ્વર તથા અમરાઈવાડી વિસ્તારમાં કોગ્રેસના આગેવાનો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં અનેક નાગરિકોએ સહી કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.