Western Times News

Gujarati News

લુપ્ત થતી કલા અને સંસ્કૃતિ

કલા અને સંસ્કૃતિ એટલે શું?
કલા એટલે સુંદર મનોહર એવું નિર્માણ અને આપણા દેશની ભાતીગળ પ્રજાની ભાતીગળ પહેરવેશ, રહેણીકરણી, કલા એનું નામ સંસ્કૃતિ.
‘સૌંદર્ય નિષ્પન્ન કરવાની શક્તિ એ કલા’.

એક સાચો કલાકાર સહજ રીતે સર્જન કરી શકે છે. કલાને માણવી અઘરી નથી પણ એને જાણવી અઘરી છે. કલાના બે ભાગ છે – ૧) લલિત કલા ૨) લાલિત્ય કલા. લાલિત્ય કલા એટલે કારીગરી, નકશીકામ વગેરે જે લગભગ લુપ્ત થવાને આરે છે અને લલિત કલાના પણ બે ભાગ છે – એક આંખની કલા અને બીજી કાનની કલા. આંખની કલામાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્રકલા, વગેરે. તો કાનની કલા એટલે સંગીત ને સાહિત્ય. આ જ આપણી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ છે.

પહેલાનાં વખતનાં આપણાં મનોરંજનનાં કાર્યક્રમ જેમ કે કઠપૂતળી, ભવાઈ, ડાયરો, નાટક જે લગભગ લુપ્ત થવાને આરે જ છે. કારણ આપણી ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી દેશોનાં આંધળા અનુકરણને લીધે ગ્રહણ લાગી ગયું છે. આજે આવા કાર્યક્રમ ફક્ત ગામડાઓ પુરતાં જ સીમિત થઈ ગયા છે. આજે લોકોને ઇન્ટરનેટનું એવું વળગણ લાગ્યું છે કે હવેની ભાવિ પેઢીને આપણી આ સંસ્કૃતિમાં રસ જ નથી. શાશ્વત પેઢીનો પણ આપણી આ ધરોહર પરથી રસ ઊડતો જાય છે. એક ગણયો ગાંઠયો સમાજ જ આમાં રસ લે છે. આવી જ એક સંસ્કૃતિની વાત કરી તો કચ્છી સમાજની કચ્છની કલા એટલે આરીવર્ક હોય કે પછી ચર્મકલા, આજે આ કારીગરો આ કલાને જીવંત રાખવા ઝઝૂમી રહ્યાં છે.

આપણાં દેશમાં હિન્દુની જેમ મુસલમાન કારીગરોની પણ કમી નથી. એમનું હુન્નર તો આપણાં કરતાં અનેક ઘણું વધારે છે. એમની કલાનાં કદરદાનો પણ મળી રહે છે. એ પછી ભલેને એની કિંમત લાખોમાં કેમ ન હોય પણ કદરદાનો મળી રહે છે એ પછી ભલેને કશ્મીરી પસમીનાં શાલ હોય કે ભરતકામ હોય. કારીગરીમાં એમના હાથ કોઈ ઝાલી શકતું જ નથી.

આ તો થઈ હુન્નરને કૌવતની વાત, પણ આપણે તો આપણે પ્રાચીન ધરોહર પણ જાળવી નથી શક્યા. બીજા રાજ્યોએ તો કદાચિત એની જાળવણી યોગ્ય રીતે કરી હશે પણ અમારા મહારાષ્ટ્રનાં વીર સપૂત શિવજીનાં ગઢ એમની જેમ જ આજે ઇતિહાસ બની ગયા છે. આજે ગઢનાં નામે બચ્યાં છે માત્ર ખંડેર જ. આપણે તો પ્રાચીન ગુફાઓની જાળવણી નથી કરી શક્યાં. માન્યું આજની મોજૂદા સરકાર થોડાં-ઘણાં પગલાં લઈ રહી છે પણ આ તો રાંડયા પછીનું ડહાપણ જ છે.

આજે આપણી આ બધી ભાતીગળ સંસ્કૃતિ લગભગ ઇતિહાસ જ બની ગઈ છે. હવે તો એની છાંટ જ આપણાં તહેવારોમાં જોવા મળે છે. જેમ કે દિવાળીની મજા હવે પહેલા જેવી રહી નથી. પરંપરિત નવરાત્રિમાં પણ ઢોલ અને શરણાઈનું સ્થાન ડીજેએ લઈ લીધું છે. આપણે આપણાં તહેવારોની ઢબ પણ જમાનાની સાથે બદલી રહ્યાં છીએ.

આપણી કલામાં એક માત્ર ચિત્રકલાનું સ્થાન જ આગવું રહ્યું છે. હજીપણ આ કલા જીવંત છે કારણ એના કદરદાનો મળી રહે છે. ચિત્રકલાનું નામ આવે એટલે મને રસિકભાઈ વાઘેલા યાદ આવે. એમની કલામાં એમના નામ પ્રમાણે જ રસિકતા દર્શાય છે. તેમના ચિત્રોમાં રંગોની છણાવટ ખરેખર નયનરમ્ય છે. એમની કલાથી પ્રભાવિત થઈને આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને વિજયભાઈ રૂપારેલ જે ગુજરાતનાં ઝ્રસ્ છે એમણે શુભેચ્છા પાઠવી છે.

દોસ્તો કલાનું સૌથી સુંદર ઉદાહરણ તો આપણાં દરેકનાં ઘરમાં જ છે, આપણી માતા જે જૂના કપડાંઓમાંથી સરસ મજાની ગોદડી કે રજાઈ બનાવે છે તે ખરેખર કલા અને કારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે આજે આપની સંસ્કૃતિ જે લુપ્ત થઈ રહી છે એને બચાવવાનાં પગલાંમાં આપણે પણ આપણું યોગદાન આપવું જોઈએ. આજે સાત અજાયબીમાં સ્થાન પામેલો તાજમહલ બીજો તો બનાવો રહ્યો પણ જે છે એને પણ બરાબરથી સાચવી નથી શકતા, કારણ વધુ પડતાં પ્રદૂષણનાં મારને કારણે તાજમહલ પીળો પડતો જાય છે. આપણાં આ અમરપ્રેમની ધરોહર આપણે સાચવવી જ રહી. દોસ્તો અત્યારથી જ જો જનજાગૃતિ નહીં આવે તો એ દિવસ દૂર નથી જ્યારે આપણી ભાતીગળ સંસ્કૃતિ ફક્ત ઈતિહાસ બનીને અથવા તો મ્યુઝિયમ પૂરતી સીમિત બની જશે. છેલ્લે હું મારી જ કવિતા રજૂ કરું છું,


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.