Western Times News

Gujarati News

ઝઘડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં રસ્તાની હાલત જૂઓ

ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત ખરાબ હાલતમાં
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ),  ઝઘડિયા તાલુકાનો સરદાર પ્રતિમાને જોડતો હાઈવે અત્યંત જર્જરિત હાલતમાં આવી ગયો છે.એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ક્યાં ચલાવવું એ ભારે સમસ્યા થઇ પડી છે.ખાડાઓની સાઈઝ એટલી મોટી છેકે નાની કાર આખા ખાડામાં ઉતરી જાય તો બહાર ના નીકળી શકે.

ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોએ જાતેજ ફોર લેન હાઈવે ને વનવે કરી નાખ્યો છે.આ ખરાબ રસ્તા પર કેટલાક વાહનોની બોડી તૂટી છે,ઓઈલ ચેમ્બરોને પણ નુકસાન થયા હોવાની રોજિંદી ઘટનાઓ બની રહી છે

તેમ છતાં ઝઘડિયા તાલુકાના જવાબદાર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,નાયબ કલેક્ટર,જીલ્લા કલેક્ટર, ડીડીઓ હાથ પર હાથ ધરી બેઠા છે.પણ આ સમારકામ કરાવવાની કોઈ હિમ્મત કરી શકતું નથી જેથી સ્થાનિકો અને વાહનચાલકો તેનો ભોગ રહ્યા છે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા જેને નિહારવા દેશ ઉપરાંત વિદેશોમાંથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે દિવા નીચે અંધારા જેવી પરિસ્થિતિ સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની ઝઘડિયા તાલુકામાં બનવા પામી છે.

હાલમાં ઝઘડિયા તાલુકામાં આ ફોર લેન હાઈવેની એટલી માઠી દશા છે કે એક વાર જો પ્રવાસી આવે તો બીજી વાર પહેલ પૂછશે કે ઝઘડિયાનો રોડ કેવો છે ?

ઝઘડિયાના મુલદ ચોકડી થી સરદાર પ્રતિમા સુધી જવા માટે ના હાઇવે ગુમાનદેવ રેલવે ફાટક, કાવેરી પુલના બંને છેડા પાસે,ઝઘડિયા સેવાસદન પાસે,ઝઘડિયા રેલવે ફાટક પાસે,સીમંધરા પાસે,ભૂંડવા ખાડીના પુલ પાસે,રાજપારડી મધુમતી પુલ પર,રાજપારડી થી ઉમલ્લા વચ્ચે રોડ તદ્દન ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે.ફોરલેન હાઈવેનું વિસ્તૃતીકરણ થતું હતું

ત્યાર થી જ ઈજારદારની બેદરકારી સામે સ્થાનિકોએ ખુબ વાંધા ઉઠાવ્યા હતા પરંતુ ઇજારદાર દ્વારા તેની નફ્‌ફટાઈ થી કામ કર્યે રાખ્યું અને છેવટે ઝઘડિયા વાસીઓને અને સરદાર પ્રતિમાના પ્રવાસીઓને આ દિવસો જોવાનો સમય આવ્યો છે.એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ક્યાં ચલાવવું એ ભારે સમસ્યા થઈ પડી છે.

ખાડાઓની સાઈઝ એટલી મોટી છે કે નાની કાર આખા ખાડામાં ઉતરી જાય તો બહાર ના નીકળી શકે. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોએ જાતેજ ફોર લેન હાઈવેને વનવે કરી નાખ્યો છે.આ ખરાબ રસ્તા પર કેટલાક વાહનોની બોડી તૂટી છે,ઓઈલ ચેમ્બરોને પણ નુકસાન થયા હોવાની રોજિંદી ઘટનાઓ બની રહી છે

તેમ છતાં ઝઘડિયા તાલુકાના જવાબદાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,નાયબ કલેક્ટર,જીલ્લા કલેક્ટર,ડીડીઓ હાથ પર હાથ ધરી બેઠા છે પણ આ સમારકામ કરાવવાની કોઈ હિમ્મત કરી શકતું નથી જેથી સ્થાનિકો અને વાહનચાલકો તેનો ભોગવી રહ્યા છે. પ્રવાસીઓને હાલત એવી થઈ છે કે જાયે તો જાયે કહાં કેમકે સરદાર પ્રતિમાને દક્ષિણ ગુજરાત, ભરૂચ, પાલેજ થી જોડતો એક માત્ર આ હાઈવે છે.

પ્રવાસીઓએ ફરજિયાત આ બિસ્માર હાઈવેનો સામનો કરવોજ પડે છે.સરદાર પ્રતિમા જવું છે તો ઝઘડિયા તાલુકાના અધૂરા પડેલા હાઈવે વિસ્તૃતીકરણ અને અત્યંત બિસ્માર હાઈવે પરથી પસાર થવુંજ પડે છે.ત્યારે જ તમે સરદાર પ્રતિમા નિહાળી શકો છો.રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અને સેંકડો વાહનો દ્વારા અહીં પહોંચે છે.

હાઈવે વિસ્તૃતીકરણ એટલું તકલાદી બન્યું છે કે પહેલા ચોમાસામાંજ તેના બંધારણના પાયા હચમચી ઉઠ્‌યા છે.જવાબદાર જીલ્લા કલેક્ટર દ્વારા આ હાઈવેની ગુમાનદેવ ફાટક પાસે,ઝઘડિયા સેવાસદન પાસે,ભૂંડવા ખાડી પાસે મુલાકાત કરી તેનું યોગ્ય સમારકામ કરાવે અને અધૂરી રાખેલી કામગીરી બાબતે ઇજારદાર વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમ તાલુકાવાસીઓ અને સરદાર પ્રતિમાના પ્રવાસીઓ જણાવી રહ્યા છે. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.