Western Times News

Gujarati News

વડોદરામાં ૪ ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

વડોદરા, વડોદરામાં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં પહેલીવાર મેઘરાજાની તોફાની બેટિંગ જાેવા મળી છે. ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વડોદરામાં રાતભરમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. હાલમાં સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા છે.

વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાદરામાં આખા દિવસમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં રાત્રે વરસેલા વરસાદના કારણે રોડ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.

વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. આજવા રોડ પર આવેલી વિનય સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પણ વરસાદી પાણીમાં પલળી ગઈ છે. રાતોભર લોકોએ ઘરમાંથી પાણી બહાર કાઢ્યું હતું. તો બીજી તરફ, દર વર્ષની જેમ રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે.

વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જાેવા મળ્યા. રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં પાણી ભરાયા હતા. જેથી પાણી ભરાતાં ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું. અલકાપુરીથી રેલવે સ્ટેશનને જાેડતુ આ ગરનાળું ભારે વરસાદમાં હંમેશા પાણીથી ભરાઈ જાય છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ‘કાલુપુરા ચા લંબોદર ગ્રૂપ’નું ગણેશ પંડાલ પણ તૂટ્યું હતું. પંડાલ તૂટતાં બે કાર્યકરોને નજીવી ઈજા પહોંચી હતી. જાેકે, ગણેશજી મૂર્તિ સુરક્ષિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.