Western Times News

Gujarati News

રિમોટ ચલાવનારાઓની નિષ્ફળતા માટે વિજયભાઈ રૂપાણીને બલીનો બકરો બનાવાયાઃ મોઢવાડિયા

ગાંધીનગર, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે શ્રી વિજય રૂપાણીની સરકાર ચાલતી હતી તે ડબલ રિમોટ થી ચાલતી હતી. એક રિમોટ દિલ્હીમાં હતું અને બીજુ રિમોટ સી.આર. પાટીલ પાસે હતો. એના કારણે આ સરકાર કઈ દિશામાં જાત એની ખુદ મુખ્યમંત્રી ને ભારતીય જનતા પાર્ટીને જ ખબર ન હતી.

આવી પરિસ્થિતીના કારણે લાખો લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા, લાખો લોકોના ઘર આર્થિક રીતે પડી ભાંગ્યા, લાખો લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા, લાખો યુવાનો બેરોજગાર થઈ ગયા, શિક્ષણની વ્યવસ્થા તુટી ગઈ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતી તુટી ગઈ, ખેડૂતો આપઘાત કરે છે, બહેનો સાથે બળાત્કાર થાય છે. રાજ્યની પ્રજા આ સરકારથી ત્રાસી ગઈ છે, ત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારને જવા સિવાય બીજાે કોઈ વિકલ્પ ન હતો.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતુ કે સૌથી મોટો સવાલ એ છે કે રિમોટ કન્ટ્રોલ દિલ્હીમાં અને સી.આર.પાટીલ પાસે છે, તો પછી સરકારની નિષ્ફળતા માટે એકલા વિજયભાઈ રૂપાણી જવાબદાર કેવી રીતે? અગાઉ આનંદીબેન ઉપર નિષ્ફળતાનો ટોપલો ઢોળી રાજીનામું લઈ લેવાયું હતું, એજ રીતે વિજયભાઈને રૂપાણીને પણ બલીના બકરા બનાવી રાજીનામું લેવાયુ છે.

હકીકત એ છે કે ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ છે, રિમોટ ચલાવારા બન્ને નિષ્ફળ ગયા છે. એટલે આખી સરકારને બરખાસ્ત કરીને નવેસરથી જનાદેશ મેળવવો જાેઈએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.