Western Times News

Latest News from Gujarat India

૨૦૦૮માં ઈંગ્લેન્ડ પ્રવાસને ભૂલવો ન જોઈએઃ ગાવસ્કર

લંડન, પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના દિગ્ગજ બેટસમેન સુનીલ ગાવાસ્કરે ભારતના ક્રિકેટ બોર્ડ દ્વારા પાંચમી ટેસ્ટ બાદમાં રમવા માટેના કરેલા ર્નિણયનુ સ્વાગત કર્યુ છે અને સાથે સાથે ઈંગ્લેન્ડનુ ઉદાહરણ આપ્યુ છે.

ગાવાસ્કરે ક્રિકેટ મેચનુ પ્રસારણ કરનાર ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, આપણે ભારતીયોએ ભુલવું જાેઈએ નહીં કે ઈંગ્લેન્ડની ટીમ ૨૦૦૮માં ભારતના પ્રવાસે આવી હતી ત્યારે મુંબઈ પર આતંકી હુમલો થયો હતો અને એ પછી ટીમ પાછી ફરી હતી. તેઓ ઈચ્છતા તો કહી શકતા હતા કે, અમે ભારત રમવા નહીં આવીએ પણ તેમણે તે સમયે એવુ કર્યુ નહોતુ.

આપણે ભુલવુ જાેઈએ નહીં કે કેવિન પિટરસને ટીમની આગેવાની કરી હતી અને જાે કેપીએ ના પાડી હોત તો ઈંગ્લેન્ડની ક્રિકેટ ટુર તે સમયે પૂરી થઈ ગઈ હોત પણ કેપીએ ટીમના બીજા ખેલાડીઓને ભારત પ્રવાસે પાછા જવા માટે મનાવ્યા હતા.

ઉલ્લેખીય છે કે, ૨૦૦૮માં મુંબઈમાં આંતકી હુમલાના પગલે ઈંગ્લેન્ડની ટીમ પ્રવાસ અધવચ્ચે છોડીને પાછી ફરી હતી. જાેકે આગામી મહિને જ ટીમ ટેસ્ટ સિરિઝમાં બાકી બે ટેસ્ટ મેચ રમવા માટે પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને આખરી માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ સાથે મળીને આ મેચ બાદમાં રમવાનુ નક્કી કર્યુ છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers