Western Times News

Gujarati News

મુખ્યમંત્રીની જાહેરાત થાય તે પહેલાં કોને મળ્યા હતા ભૂપેન્દ્રભાઈ

રવિવારે સવારે ઘાટલોડિયા મતવિસ્તારના બોપલ ખાતે આયોજીત સંગઠનની બૃહદ્ બેઠકમાં ભૂપેન્દ્રભાઈ પટેલે  હાજરી આપી હતી. આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ અનૂચૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમનભાઈ વાઝા,પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવા તેમજ અન્ય કાર્યકરોને મળ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા  બોપલ ખાતે સમર્પમ બંગલોઝ બી.આર. ટી.એસ. બસ સ્ટેન્ડ નજીક  વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ પ્રસંગે કર્ણાવતી મહાનગર મંત્રી,AMTS સભ્ય શ્રી વિનોદભાઈ પટેલ, વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

 

 

 

 

 

સવારે કાર્યકરોને અને બોપલમાં રહેતા લોકોને મળ્યા ત્યારે કોઈને અણસાર પણ ન હતો કે ભૂપેન્દ્રભાઈના નામની જાહેરાત બપોરે સી.એમ. તરીકે થવાની છે. ત્યાંથી સીધા જ તેઓ કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પહોંચ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી વિધાયક દલના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને  રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની  રચના  માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.
આ અવસરે  કાર્યકારી મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ  ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા સાંસદશ્રીઓ અને રાજ્ય સરકાર ના  કાર્યકારી મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરળ સ્વભાવ ધરાવતા ભૂપેન્દ્રભાઈ પટેલ જેમને લોકો દાદાના હુલામણા નામથી પણ ઓળખે છે. તેઓ રાજ્યપાલને મળવા ગયા ત્યારે પણ તેમણે બ્લુ કલરનો ઝભ્ભો પહેર્યો હતો.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.