Western Times News

Gujarati News

હાલોલની ફેક્ટરીમાં સુપર વાઈઝરે પરિણીતાને શારિરીક સંબંધ બાંધવા ધમકી

અભયમ ટીમે સ્થળ ઉપર જઈ સુપરવાઇઝર પાસેના મોબાઈલમાંથી ફોટા ડીલીટ કરાવતાં પરણિતાને રાહત થઈ

ગોધરા, હાલોલની ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલા સાથે સુપર વાઈઝરે સંબધ કેળવી અંગત પળોના ફોટા પાડી લીધા હતા. જેનાબાદ પરિણીતાને શારીરિક સંબધ રાખવા સુપર વાઈઝરે દબાણ કરતાં પરિણીતા મૂંઝવણમાં મુકાઈ હતી. સુપરવાઇઝરે મહિલાને કહ્યું હતું કે ‘ જાે મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ,’

આખરે મદદ માટે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જાણ કરી હતી.દરમિયાન અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ ઉપર જઈ સુપરવાઇઝર પાસેના મોબાઈલ માંથી ફોટા ડીલીટ કરાવતાં પરણિતાને રાહત થઈ હતી. ક્યારેક સાથે નોકરી કરતાં કર્મીઓ કે અન્ય પરિચિત વ્યક્તિઓ સાથે મિત્રતા બાંધ્યા બાદ આવતી નજદીકિ ભારે પડી શકે છે.

વિશ્વાસમાં આવી ગયા પછી કેટલાક ભેજાબાઝો મહિલાઓ સાથેની મિત્રતા દરમિયાન અંગત પળો પોતાના મોબાઈલ ફોનમાં કંડારી લેતા હોય છે જેના બાદ મહિલાઓને પોતાની સાથે શારિરીક સંબધ બાંધવા માટે અંગત પળોના ફોટો વાયરલ કરવા અથવા તેણીના સ્વજનને ફોરવર્ડ કરી દેવાની ધમકી આપી તાબે થવા મજબૂર કરતાં હોય છે.

આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલમાં સામે આવી છે. હાલોલની એક ફેકટરીમાં વર્કર તરીકે કામગીરી કરતી એક પરિણીત મહિલાને ફેકટરીના સુપરવાઇઝર સાથે મિત્રતા થઈ હતી.

દરમિયાન સુપરવાઈઝરે વિશ્વાસમાં લઇ પરણીતા સાથે શારીરિક છૂટછાટ લઇ તેના ફોટો પાડી લીધા હતા અને ત્યારબાદ પરિણીતાને શારીરિક સંબધ રાખવા દબાણ શરૂ કર્યુ હતું. જે અંગેનો પરિણીતાએ ઇન્કાર કરતા સુપરવાઈઝરે ધમકી આપવાની શરૂઆત કરી હતી. જાે મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ અને તારા પતિ ને પણ મોકલીશ એવી ધમકી આપતાં જ પરણીતા ડરી ગઈ હતી.

જેથી પરિણીતાએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની વ્યથા જણાવી હતી.જેથી અભયમ ટીમે પોલીસની મદદથી સુપરવાઈઝરને પાસે પહોંચી જઈ તેના મોબાઈલ માંથી પરણીતાના તમામ ફોટા ડિલિટ કરાવ્યા હતા. અભયમ ટીમે સુપરવાઈઝરને કોઈપણ મહિલાના આ રીતે ફોટા વાયરલ કરવા ગુનો બંને છે એમ જણાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી હતી

અને હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરું જેની ખાત્રી આપી હતી. અભયમ ટીમે જણાવેલ કે પોતાના મિત્ર કે પરિચિત સાથે પણ મર્યાદામાં સંબધ રાખવા નહીંતર મોબાઈલ દ્વારા અંગત પળોના ફોટા,વાતચીતના અંશો અને મેસેજ આધારે બ્લેકમેલ કરી શકવા સંભાવનાઓ રહે છે જેથી ખુબ સાવચેતી રાખવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.