Western Times News

Gujarati News

રહસ્યમયી તાવથી ચિલ્લી ગામમાં ૮ બાળકોના મોત, ૬૦ સારવાર હેઠળ

પ્રતિકાત્મક

પલવલ, હથીન વિધાનસભાના પલવલના ચિલ્લી ગામમાં રહસ્યમયી તાવના કારણ ગત ૧૦ દિવસમાં ૮ બાળકોના મોત થયા છે.રહસ્યમય તાવની ઝપેટમાં ગામના ડર્ઝન જેટલા બાળકો આવ્યા છે. જેમાંથી કેટલાકની સારવાર અલગ અલગ પ્રાઈવેટ હોસ્પિટલમાં થઈ રહી છે.

ઉપમંડળના ચિલ્લી ગામમાં આ તાવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગામના ડર્ઝન બાળકો તાવની ઝપેટમાં આવ્યા છે. બાળકો ઉપરાંત મોટા લોકોમાં પણ તાવના લક્ષણો જાેવા મળ્યા છે. ગત અનેક દિવસોથી તાવના દર્દીઓની સંખ્યાના વધવાના લીધે ગામમાં ભયનો માહોલ છે.

ગ્રામીણોનું કહેવું છે કે તાવના કારણે પ્લેટલેટ્‌સ ઓછા થઈ જાય છે. જેમની રિકવરી ન થવા પર મોત થાય છે. આવુ મોટા ભાગે ડેંગીના તાવમાં થાય છે. તેમનું કહેવું છે કે જાે સમયસર સ્વાસ્થ્ય વિભાગ ગામની સંભાળ લઈ લે છે તો બાળકોના મોત અટકાવી શકાય છે. તો સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે વાયરલ તાવમાં પણ પ્લેટલેટ્‌સ ઓછા થવા સામાન્ય વાત છે. ગાંમના સરપંચ નરેશનું કહેવું છે કે ગત ૧૦ દિવસમાં તાવના કારણે ગામમાં ૮ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ ૫૦-૬૦ બાળકોને તાવ છે.

૪૦૦૦ની વસ્તીના આ ગામમાં કોઈ સ્વાસ્થ્ય કેન્દ્ર નથી. અહીં સ્વાસ્થ્ય કર્મીઓ દર વર્ષે નથી આવતા. જેનાથી લોકોમાં જાગૃતિ આવે. ત્યારે આ જ ગ્રામીણોએ પીવાલયક પાણીની પાઈપ લાઈનમાંથી રબરની પાઈપ ડાક ઘરમાં લગાવી છે. આ લાઈનો દૂષિત પાણીમાંથી પસાર થાય છે. ઘરમાં સપ્લાયની સાથે દૂષિત પાણીનો સપ્લાય થાય છે. ત્યારે ગલીઓ સાફ કરવાની વ્યવસ્થા નથી. ગલીઓમાં મચ્છર ઉછરી રહ્યા છે. પરિણામે લોકોને બિમાર થવા પર ડોક્ટરો પાછળ ભારે પૈસા ખર્ચવા પડે છે.

એસએમઓ ડો. વિજય કુમારે જણાવ્યું કે સ્વાસ્થ્ય માટે સફાઈ બહું જરુરી છે. ગામમાં ઘરે ઘરે જઈ તાવ પીડિતોની તપાસ ચાલી રહી છે. ગામમાં સરપંચના ઘરે એક ઓપીડી શરુ કરી છે. જ્યાં લોકો મલેરિયા, ડેંગી અને કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તપાસ દરમિયાન લોકોને ઘરમાંથી પાણીમાં મચ્છરોના લાર્વા મળ્યા છે. તેમણે કહ્યું કે બાળકોના મોંત ડેંગીના કારણે થઈ છે. જાે કે હજું સુધી આની પુષ્ટિ થઈ નથી. મોતનું કારણ જાણવા પ્રયાસ થઈ રહ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.